• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

રામનગરના ભાગવત કથાકાર શાત્રી ગિરધરભાઇ જાનીનું અવસાન : આજે બેસણું

આમરણ: આમરણ ચોવીસી પંથકના રામનગર નિવાસી જાણીતા ભાગવત કથાકાર શાત્રી ગિરધરભાઇ રામજીભાઇ જાનીનું 85 વર્ષની વયે ગત શુક્રવારે શિતળા સાતમે અવસાન થતાં બહોળા અનુયાયી વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શણગારેલા ટ્રેક્ટરમાં રામધૂન સાથે વાજતે ગાજતે નીકળેલી અંતિમ યાત્રામાં ગામ, બહાર ગામથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

જામનગરના પૂર્વ ધારાસભ્ય, મંત્રી પરમાનંદ ખટ્ટરના માતુશ્રીનું અવસાન

જામનગર: પુષ્પાબેન વિશનદાસ ખટ્ટર તે પરમાનંદ, કરમચંદ, પ્રતાપ, ચેતન, જીતેન્દ્ર, સુનિલના માતુશ્રી, નારાયણ, સુરેશના કાકીનું તા.17ના અવસાન થયું છે.

 

ચક્ષુદાન

રાજકોટ: હલેન્ડાવાળા હાલ રાજકોટ ચંદ્રકાંતભાઇ પ્રાગજીભાઇ શાહ તેમજ લીલાબેન ચંદ્રકાંતભાઇ શાહના પુત્ર, મિતેશભાઇ (ઉ.52) (એટલાસ સોફટવેર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ) તે માલીનીબેનના પતિ, આનંદભાઇ (મહાવીર ટ્રાન્સપોર્ટ)ના મોટાભાઇ, ધાર્મિ શાહના પિતાશ્રી, ધીરજલાલ જેચંદભાઇ દોશીના જમાઇ, નિશ્ચલભાઇ સંઘવીના પાર્ટનરનું તા.17 ના અવસાન થયું છે. સદ્ગતના ચક્ષુઓનું દાન કરેલું છે. સદ્ગતની સ્મશાન યાત્રા તારીખ 18ને સોમવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન 22 ત્રિશા બંગલો, અમીન માર્ગ, ચંદન સુપર માર્કેટની બાજુમાં, રાજકોટ ખાતેથી નીકળી રામનાથપરા સ્મશાને જશે.

ચક્ષુદાન

ધોરાજી: આનંદનગર વિસ્તારમાં રહેતા મુકતાબેન માધાભાઇ પરસાણાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. મુકતાબેનના ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાઇ હતી. આ અંગે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ  વેસેટીયન અને ડો. માહીર મોદી સહિતનાઓએ પોતાની સેવા આપી હતી. આ તકે સંગીતાબેન પરસાણા, ધ્રુવ પરસાણા, પ્રવીણભાઇ વાવૈયા, દક્ષાબેન બાલના, કેવીન બાલધા વગેરે પરિવારજનો હાજર હતા.

રાજકોટ: પ્રભાબેન દેવચંદભાઈ પોપટ (ઉ.93) તે સ્વ.ધીરૂભાઈ તથા સ્વ.ચંદ્રિકાબેન મનસુખભાઈ ભોજાણીના માતુશ્રી, ભાવેશભાઈ, પ્રશાંતભાઈ, ધનિશાબેનના દાદી, સ્વ.પરસોત્તમભાઈ રવજીભાઈ આહ્યા (પડધરીવાળા)ના દીકરીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સાંજે 5 થી 6, પેરેડાઈઝ હોલ, ગણેશ પાર્ક મેઈન રોડ, બાપાસીતારામ ચોક પાસે, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

તાલાલા ગિર: વકમાતભાઈ જગમાલભાઈ કરંગીયા (ઉ.91) તે હરદાસભાઈ (પ્રસાદ દેરી), દેવાયતભાઈ (કેશોદ)ના પિતાશ્રી, મયુરભાઈ, પ્રતિકભાઈના દાદા, સુરેશકુમારના કાકાનું તા.17ના અવસાન થયું છે. બેસણું આહિર સમાજ, રમળેચી રોડ, તાલાલા ગિર ખાતે છે.

રાજકોટ: શેખરડીવાળા ગુર્જર સુથાર સ્વ.અમૃતલાલ (બાબુભાઈ) (ઉ.80) તે સ્વ.પ્રેમજીભાઈ મનજીભાઈ તલસાણીયાના પુત્ર, શારદાબેનના પતિ, સ્વ.િશવલાલભાઈ, કાંતિભાઈ, રમેશભાઈ, ધીરૂભાઈ, સ્વ.કાન્તાબેન ભગવાનજીભાઈ દુદકિયા, સ્વ.વસંતબેન અંબારામભાઈ બદ્રકીયા, નીરૂબેન જયંતિલાલ વડગામાના ભાઈ, સંજયભાઈ, અનિલભાઈ, શૈલેષભાઈ, જીતેશભાઈ (જીતુભાઈ) તથા હીનાબેન જીતેશકુમાર પિલોજપરાના પિતાશ્રી, સ્વ.મોહનભાઈ સુંદરજીભાઈ વડગામા (મેસરીયા)ના જમાઈનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18ના બપોરે 4 થી 5-30, પટેલ વાડી, યુનિટ નં.2, વાણીયાવાડી, ભક્તિનગર સર્કલ પાસે, જલારામ ચોક પાસે, રાજકોટ, સસરા પક્ષનું બેસણું સાથે છે.

જામનગર: ગોપાલકૃષ્ણન (પાલક્કાડ, કેરળ)ના પત્ની રજની પી.(ઉ.68) તે રાગેષના માતુશ્રી, ડો.પલક ગણાત્રા (જા.મ્યુ.કો)ના સાસુ, પાઝનીમાળાના પુત્રીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સાંજે 5 થી 6, ગીતા મંદિર, પારસ સોસાયટી-1, રોડ નં.2, જોગર્સ પાર્ક, જામનગર છે.

મુંબઈ: ડુમરાના પારસ શાહ (ખીમસરીયા)(ઉ.34)નું તા.13મીએ અવસાન થયું છે. તે પ્રીતી ઝવેરચંદના પુત્ર, કવિતાના પતિ, ધૈર્યના પિતા, નિરવના ભાઈ, જશોદાબેન કરસનપુરીના જમાઈ થાય. પ્રાર્થના રાખી નથી.

મુંબઈ: કોડાયના રવિશ (રીન્કુ) ગડા (ઉ.44)નું 15મીએ અવસાન થયું છે. તે રમીલાબેન રામજીના પુત્ર, સ્વાતિ (દીપ્તિ)ના પતિ, યાનાના પિતા, નિલેશના ભાઈ, ભાનુબેન અનિલના જમાઈ થાય. પ્રાર્થના શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં., શ્રી કરસન લઘુભાઈ નિરસર હોલ, દાદર (પ.).ટા. 2 થી 3-30 છે.

મુંબઈ: ગુંદાલાના મગનલાલ દેઢીયા (ઉ.93)નું 16મીએ અવસાન થયું છે. તે લાછબાઈ કરમશી ઘેલાના પુત્ર, સ્વ.શાંતાબેન (દેવકાબેન)ના પતિ, દિનેશ, વિનોદ, સરોજ, રાજેશના પિતા, ખીમજી, રવજી, લક્ષ્મીબેન રામજી, ખેતબાઈ વીરજીના ભાઈ, લક્ષ્મીબેન ભીમશી મોણશીના જમાઈ થાય. પ્રાર્થના 4 થી 5-30, શ્રી માટુંગા ક.શ્વે.મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) છે.

હળવદ: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.ડાયાલાલ જે.દવે (િરટાયર્ડ પોસ્ટ માસ્તર)ના પત્ની દમયંતીબેન તે બીપીનભાઈ, ગીરીશભાઈ (કેશોદ), સતીષભાઈ (કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ)ના માતૃશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4 થી 5, મહાદેવ મંદિર, ગૌરવપાર્ક, એ.જી.સોસાયટી પાછળ, કાલાવડ રોડ, રાજકોટ છે.

આમરણ: મૂળ આમરણ, હાલ રામનગરનિવાસી સ્વ. જ્યોતિષાચાર્ય ચા.મ.મોઢ બ્રાહ્મણ રામજીભાઇ ગૌરીશંકર જાનીના પુત્ર, શાત્રી ગિરધરભાઇ (ઉં.85) તે ઉપેન્દ્રભાઇ (અમદાવાદ), રાજેશભાઇ (સુરત), સનતભાઇ (રામનગર)ના પિતાશ્રી, સ્વ. દામોદરભાઇ, સ્વ. લાભશંકરભાઇ, સ્વ. જગદીશભાઇના મોટાભાઇ, સ્વ. ઉમિયાશંકર વિઠ્ઠલજી પંડયા (ભેસદડ)ના જમાઇનું તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ: તા.18ને સોમવારે સાંજે 4થી 5, પટેલ સમાજની વાડી, રામજી મંદિર પાસે, રામનગર (આમરણ) ખાતે છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા (જાયવાવાળા) હાલ રાજકોટ ગુણવંતભાઈ રણછોડભાઈ વેગડ (ઉ.69) તે સ્વ.રણછોડભાઈ લાલજીભાઈ વેગડના પુત્ર, પ્રફુલાબેનના પતિ, સ્વ.હેમંતભાઈ, ચીમનભાઈ, સ્વ.મહેશભાઈના ભાઈ, જીગરભાઈ, મનીષાબેન ચીરાગભાઈ ગોહેલ, નેહાના પિતાશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4 થી 6, રામજી મંદિર, રામનગર મેઈન રોડ, પી.ડી.માલવીયા કોલેજની પાછળ, રાજકોટ છે.

પોરબંદર: જમનાદાસ નાગજીભાઈ રાયચુરા (ઉ.91) તે સ્વ.નાથાલાલભાઈ, સ્વ.લખુભાઈ, સ્વ.ગોવિંદભાઈ, સ્વ.ભગવાનભાઈના ભાઈ, જયેશભાઈ, અશોકભાઈ, અતુલભાઈ, કિરીટભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ, નીતાબેન કીર્તિકુમાર ખખ્ખરના પિતાશ્રીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના બપોરે 4-15 થી 4-45, પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: કોટડાસાંગાણીના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રવિન્દ્રભાઈ (રવિભાઈ) પ્રભાશંકર ભટ્ટ (ઉ.60) તે સ્વ.પ્રભાશંકરભાઈ કાળીદાસભાઈ ભટ્ટના પુત્ર, વિનાયકભાઈ (રાજકોટ), સ્વ.િવજયભાઈ (કોટડાસાંગાણી), હરીશભાઈ ભટ્ટ (રાજકોટ), હરબાળાબેન (દક્ષાબેન) ગૌતમકુમાર જોષી, મંગળાબેન પ્રભાશંકરભાઈ ભટ્ટ (કોટડાસાંગાણી)ના લઘુબંધુનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6, વિનાયકભાઈ ભટ્ટના નિવાસ સ્થાન “ભૂદેવિ” પ્લોટ નં.166, રૂડાનગર 3, શેરી નં.7-એ, ઈસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તથા કોટડાસાંગાણીમાં બેસણું તા.22ના સાંજે 4 થી 6, ગુરૂદત્તાત્રેય મંદિર, કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હરીલાલ ધનેશ્વરભાઈ મહેતા (ઉ.95) તે (સુવિધા ઘંટીવાળા) તે રાજેશભાઈ હરીલાલ મહેતાના પિતાશ્રી, દક્ષાબેનના સસરા, ડો.અર્ચન રાજેશભાઈ મહેતા, કલ્યાણીબેનના દાદા, ધારાબેનના દાદાજી સસરાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6, ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, શેરી નં.4, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે. મો.નં.98251 84421, 94290 98054

ગિર ગઢડા: સ્વ.ભાણજીભાઈ જીવનભાઈ ગંગદેવ (કાણકિયાવાળા)ના પુત્ર કાંતિલાલ (ઉ.90) તે ભરતભાઈ (પ્રેસ રીપોર્ટર), રસ્મિતબેન ભરતભાઈ ગંગદેવ, ઉષાબેન પ્રવીણકુમાર વિઠ્ઠલાણી (કોદીયાવાળા), રેખાબેન મુકેશકુમાર રૂપારેલીયા (વેરાવળવાળા), ચેતનાબેન ભાવેશકુમાર જીવાણી (જૂનાગઢવાળા)ના પિતાશ્રી, વીરજીભાઈ, સ્વ.મગનભાઈ, અમુભાઈ, મથુરભાઈ ગંગદેવના મોટાભાઈ, ભાર્ગવી, કુશ, કુંજના દાદા, બાબુલાલ નાનજીભાઈ કાનાબાર (ભેભા), સ્વ.અમૃતલાલ નાનજીભાઈ કાનાબાર (પ્રાંચી)ના બનેવીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.18ના 4 થી 6, જલારામ વાડી, ગિર ગઢડા, જામવાળા રોડ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક