• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

વડિયા: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જયસુખલાલ કાનજીભાઈ પંડયા તે હિતેશભાઈના પિતાશ્રી, મીતભાઈ પંડયાના દાદાનું અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં 3 થી પ ભુવાવાડી હડમતિયા રોડ, હનુમાન ખીજડીયા ખાતે રાખેલ છે.

રાજકોટ: દાઉદી વ્હોરા શેખ અબ્બાસભાઈ મુલા અકબરઅલી ભારમલ (ઉ.70) (રંગવાળા) તે રશીદાબેનના પતિ, હમઝાભાઈ, અરવાબેન હુસેનભાઈ માકડા, ઝૈનબબેન હમઝાભાઈ માસ્ટર (બરોડા)ના પિતાશ્રી, મ. મોહસીનભાઈ, મ.મોઇઝભાઈ, મ.સૈફુદ્દીનભાઈ, મુલલા નજમુદ્દીનભાઈ, નફીસાબેન, રશીદાબેનના ભાઈનું તા.રરનાં રાજકોટ મુકામે વફાત થયું છે. સયુમના સિપારા તા.ર3નાં રાત્રે 8.30 કલાકે બદરી હોલ, એકજાન સોસાયટી, રાજકોટ છે.

રાજકોટ: ઔ.ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ જ્યોતિબેન મયુરભાઈ મહેતા (ઉ.પ8) તે નિલેશભાઈ, રાજુભાઈ (મનિષભાઈ)ના ભાભી, સુમન અને નિલાંગના માતુશ્રી, હારીત અને રક્ષિત, ધરા અને અંજલી, જય અને વિધિના ભાભુ, ફૂલશંકરભાઈ જટાશંકરભાઈ પંડયા (ખરેડી)ના દીકરી, નિતિનભાઈ તથા જીતેન્દ્રભાઈના બહેનનું તા.રરના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષ સાથેનું તા.રપનાં 4 થી 6 રણછોડદાસ બાપુ કોમ્યુનીટી હોલ, જલજીત હોલ સામે, વાણીયાવાડી-4માં રાખેલ છે.

રાજકોટ: મુળ સામપરવાળા ગુણવંતરાય અમરશીભાઈ પાલા તે ઈન્દુભાઈ, મનહરભાઈના ભાઈ, તેજસના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણુ તા.ર3ના સાંજે 4 થી 6, રાણીંગાવાડી, મીલપરા, કાન્તા ત્રી વિકાસ ગૃહની સામે, રાજકોટ છે.

ગોંડલ: વાલમ બ્રાહ્મણ મધુબેન (સતીમાતાજી-મોવીયા) (ઉ.61) તે રાજેન્દ્રભાઈ મનસુખભાઈ ઉપાધ્યાયનાં પત્ની, શ્યામ, રવીના માતુશ્રી, પ્રગતિ તથા રિદ્ધીના દાદીનું તા.રરનાં અવસાન થયુ છે. બેસણુ તા.રપનાં સાંજે ચાર થી છ હેમવાડી, જુનો સિમેન્ટ રોડ, ગોંડલ છે.

પોરબંદર: મનસુખલાલ વલ્લભદાસ પલાણ (ઉ.83) (યોગેશ ટ્રેડીંગ), સ્વ.યોગેશભાઈ, યજ્ઞેશભાઈ (યજ્ઞેશ ટ્રેડીંગ)ના પિતાશ્રી, બંસીબેન વિવેકભાઈ દત્તાણી, પ્રતીક, જુહી અને ક્રિષ્નાના દાદાનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં 4.1પ થી 4.4પ દરમિયાન પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

ધ્રોલ: કંસારા જયંતિલાલ મથુરાદાસ પરમારના પુત્ર નટવરલાલ (ઉં.6પ) તે અમિતભાઈના પિતાશ્રીનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં સાંજે 4 થી પ રાજપૂત સમાજની વાડી, દરબારગઢ પાસે છે.

ઇ-પેપરના નવા શુલ્ક