• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

રાજકોટ: સ્વ.બકુલરાય લોઢવિયાની પુત્રી ભાવેશભાઈ ઉચાટના પત્ની ડૉ.યેરાબેન (ઉ.4ર) તે સ્વ.બિપિનચંદ્ર અમૃતલાલ ઉચાટ (ગોંડલ)ના પુત્રવધૂનું તા.18ના અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણુ તા.ર1 ગુરૂવારના સાંજે પ થી 6 મો.નં.9824449591

પર છે.

જામનગર:ભારતીબેન દોશી (ઉ.પ3) તે ત્રંબકલાલ ગોકલદાસ દોશીના પુત્રવધૂ, નરેશભાઈ દોશીના પત્ની, પાર્શ્વ, ઋષભના માતા, પ્રફુલભાઈ, બિપીનભાઈ, જીજ્ઞાબેનના લઘુબંધુના પત્ની, અમિત, જીનલબેન શેઠના કાકી, જયંતીલાલ પટેલના પુત્રી, જીતુભાઈ, વિરલભાઈ, રૂપાબેન, વર્ષાબેન, હીનાબેનના બહેનનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર0ના સાંજે 4.30 વાગ્યે પોપટલાલ ધારશીભાઈ જૈન બોર્ડિંગ ગૃહ, જામનગર છે.

ડોળાસા: બોડીદર (તા.ગીર ગઢડા)ના માજી સરપંચ લલીતાબેન ચૌહાણ (ઉં.7પ) તે ગાંડાભાઈ નોઘણભાઈ ચૌહાણના પત્ની, સુરસિંગભાઈ, રણવિરભાઈના માતૃશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના તેમના નિવાસ સ્થાને બોડીદર-સોનપરા રોડ, બોડીદર (તા.ગિરગઢડા)

ખાતે છે.

ભાવનગર: ભાવનગર વૈષ્ણવ (માર્ગી) સાધુ સમાજના આગેવાન, પત્રકાર મસ્તરામભાઈ ભાનુદાસજી દુધરેજીયા (ઉ.77)નું તા.18ના અવસાન થતા પરિવારમાં શોક છવાયો છે. તેમની પાલખીયાત્રામાં તા.19ને મંગળવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન પ્લોટ નં.30/ર44, સાગવાડી, કાળીયાબીડથી નીકળી હતી. કુંભારવાડા ખાતે સમાધી આપવામાં આવી હતી.

પોરબંદર: સોની વિનોદકુમાર વ્રજલાલ પાલા (ઉં.7ર) તે મધુબેનના પતિ, ડો.કેતનભાઈ અને આકાશભાઈના પિતાશ્રી, કાવ્ય, સ્વરા, રીવા અને વિશ્વાના દાદા તથા સ્વ.ધનસુખભાઈ, વિજયભાઈ, સ્વ.કૈલાસબેન હરેશભાઈ લોઢીયા, જાગૃતિબેન (પારૂબેન), કલ્પેશભાઈ જોગીયાના મોટાભાઈ, વિશાલભાઈ, ધારાબેન દીપકભાઈ લુંભાણીના મોટાબાપુનું તા.19ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર1નાં 4.30 થી પ.30 પોરબંદરના બીરલા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

જામનગર: હંસાબેન હંસરાજભાઈ પિત્રોડા (ઉ.90) તે સુજીતભાઈ, પ્રિતેશભાઈ, રાજનભાઈના માતૃશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના સાંજે 4 થી પ ગીતા મંદિર, પંચવટી મહાવીર સોસાયટી, જામનગર છે.

રાજકોટ: મૂળ ગામ (મૂંગાવાડી) કુસુમબા જાડેજા (ઉ.70) તે ભરતસિંહ જાડેજાના પત્ની, જીતેન્દ્રસિંહના ભાભી, દિગ્વિજયસિંહના મમી, રામદેવસિંહના ભાભુ અને પુષ્પરાજસિંહના બા નું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના સાંજે 4 થી 6 માસ્તર સોસાયટી, ઈન્દ્રેશ્વર મંદિર ખાતે છે.

સોમનાથ: તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના હરીદત્તભાઈ શંકર પ્રચ્છક (ઉં.87) તે વિશાલભાઈના પિતાશ્રી, નાનુભાઈ (નાનુબાપા)ના મોટાભાઈ, મનીકાંત અને ભગવતી પ્રસાદના ભાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના સાંજે ચાર થી છ સુધી પ્રભાસ પાટણ બ્રહ્મપુરી ખાતે છે.

રાજકોટ: જામનગર નિવાસી હાલ રાજકોટ નીરજ પોપટ તે સ્વ.મનસુખલાલ નાથાલાલ પોપટ (મનુ પોપટ)ના પુત્ર, સ્વ.વિદ્યુતભાઈ ભગવતીપ્રસાદ પરીખના જમાઈ, હેમલભાઈના નાના ભાઈ, તેજસભાઈના મોટા ભાઈ, તૃષાબેન તથા નમ્રતાબેનના ભાઈ, કરણના પિતા, માનવના કાકા, કાર્તિકેયના મોટા અદાનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં વિશાખા પેલેસ, ગ્રાઉન્ડ ફ્લોર, દયાનંદ નગર, વાણીયાવાડી-3 ભક્તિનગર, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક