• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

સાવરકુંડલા: ભીખુભાઈ નાથાભાઈ ટાંક (ઉ.7પ) તે ધર્મેન્દ્રભાઈ ટાંક, ભરતભાઈના પિતાશ્રીનું તા.ર0ના અવસાન થયુ છે. બેસણુ તા.રરનાં સાંજે 4 થી 6 શ્યામવાડી, શિવાજીનગર, સાવરકુંડલા છે.

જૂનાગઢ: સોરઠીયા શ્રીગોડ માળવિય બ્રાહ્મણ મૂળ નાની મોણપરી હાલ કેશોદ નિવાસી જયંતીલાલ જટાશંકર ભટ્ટ (ઉ.101) (નિવૃત્ત આચાર્ય) તે નરેન્દ્રભાઈ, નલીનભાઈ, નિરંજનભાઈ, જસવંતભાઈ, જીતેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને દક્ષાબેન મુકુંદભાઈ દવે (વિસાવદર)ના પિતાનું તા.19ના અવસાન થયું છે. બેસણુ તા.રરના સાંજે પ થી 6 ભારત હોલ, ન્યુ એરપોર્ટ રોડ, કેશોદ છે.

જૂનાગઢ: કૈલાશબેન કિશોરભાઈ પોપટ તે કિશોરભાઈ પોપટના પત્ની, મનોજભાઈ, કિર્તીભાઈ, ધર્મિષ્ઠાબેનના માતૃશ્રી, જીતેન્દ્રભાઈ કારીયાના સાસુ, અનિલભાઈ તથા રમણીકભાઈના ભાભી, સ્વ.બાબુલાલ હેમરાજભાઈ પાંઉના પુત્રી, સ્વ.મોહનભાઈ, પ્રવીણભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ પાંઉના બહેનનું તા.19ના અવસાન થયું છે.

કણકોટ: તા.વાંકાનેર સ્વ.ફતેસિંહ હઠીસિંહના ઝાલાના પત્ની સજ્જનબા (ઉ.9પ) તે રાજેન્દ્રસિંહ (રીટા. તલાટી મંત્રી), રમુભા, મહાવિરસિંહ, અનુભાનાં માતુશ્રીનું તા.ર1ના અવસાન થયું છે.

બગસરા: સાપર નિવાસી અમરદાસજી જેઠીરામજી દેશાણી (ઉં.91) તે પ્રભુદાસભાઈના પિતા, રમેશભાઈ, પ્રદીપભાઈ ન્યૂઝ (પેપર એજન્ટ)ના મોટાબાપુનું તા.ર0ના અવસાન થયું છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક બગસરા નિવાસ હાલ રાજકોટ વિનોદભાઈ ભાનુભાઈ મોદી (ઉ.8ર) તે ઉષાબેનના પતિ, સ્વ.વિરેન્દ્ર, અરૂણાબેન શૈલેષકુમાર પારેખ, પુનમ હેમલકુમાર મહેતા, નમ્રતા હિરેનભાઈ લોટીયાના પિતાશ્રી, સ્વ.લિલાધરભાઈ, સ્વ.હસમુખભાઈ, મંજુબેન વિરાણી, સ્વ.કંચનબેન જનાણીના ભાઈ, સ્વ.નાથાલાલ સુંદરજી જનાણીના જમાઈ, અરવિંદભાઈ, જવાહરભાઈ, રેખાબેન, કુસુમબેનનાં બનેવીનું તા.ર1ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.રરનાં સાંજે 4 થી 6 માલવીયાવાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

મોટી કુંકાવાવ: શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ કોટડા સાંગાણી હાલ મોટી કુંકાવાવ કુંદનબેન જોષી તે ધર્મેશ (પિન્ટુ)ના માતુશ્રી, સ્વ.લાભશંકરભાઈ વિશ્વનાથભાઈ જોષીના પત્ની, સ્વ.ભાઈશંકરભાઈ, સ્વ.હર્ષદરાય, સ્વ.કનકરાય, જનાર્દનભાઈ, વિશ્વનાથભાઈ જોષીના નાનાભાઈના પત્ની, સ્વ.મણિશંકરભાઈ શોમળજીભાઈ જોષીના મોટી પુત્રી, સ્વ.નલિનભાઈ, શશિકાંતભાઈ, જીતેન્દ્રભાઈ, રાજેશભાઈ (મોટી કુંકાવાવ)ના બહેનનું તા.ર0ના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સવારના 8 થી સાંજે 6 સુધી લોહાણા મહાજન વાડી, મોટી

કુંકાવાવ છે.

રાજકોટ: મુળ સામપરવાળા ગુણવંતરાય અમરશીભાઈ પાલા તે ઈન્દુભાઈ, મનહરભાઈના ભાઈ, તેજસના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.રરનાં સાંજે 4 થી 6 રાણીંગાવાડી, મીલપરા, કાન્તાત્રી વિકાસ ગૃહની સામે, રાજકોટ છે.

રાજકોટ: રમાબેન દયાળજીભાઈ ભાડેશિયા (ઉ.78) તે દિપકભાઈ, રશ્મિબેન દિલીપભાઈ વિરમગામા તથા કુસુમબેન હિતેશકુમાર કરગથરાના માતુશ્રી, મનીષાબેનના સાસુનું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે 4 થી પ.30 સોમનાથ મંદિર, રણુજા મંદિરની પાછળ, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: કંચનબેન પટેલ જોટંગીયા (ઉ.73) (ઈન્દોર) તે સ્વ.હરિભાઈ જોટંગિયાના પત્ની, નિલેશભાઈ, વિનિશાબેનના માતુશ્રી, રિદ્ધિબેનના સાસુ, કાવ્યાસ, જેનીશા, આધ્યાના દાદીનું તા.18ના અવસાન થયુ છે. બેસણુ તા.રરના સાંજે 4 થી 6 અભય ભારદ્વાજ હોલ, રૈયા રોડ પાસે, બાપા સીતારામની શેરીમાં, રાજકોટ છે.

રાજકોટ: લુહાર ભાવનાબેન ઉમરાણીયા (ઉં.4પ) તે વડીયાવાળા લુહાર શૈલેષભાઈ રામજીભાઈ ઉમરાણીયાના પત્ની, ઋત્વિક (સી.એ.), માનસીના માતૃશ્રીનું તા.ર1ના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે 4 થી 6 રૈયા ચોકડી ભવનાથ મહાદેવ મંદિર, અમૃતા હોસ્પિટલ પાસે શિવમ પાર્ક, રાજકોટ છે.

રાજકોટ: ગામ ખાંભા નિવાસી હાલ રાજકોટ ઈન્દ્રાબા સમરસિંહ જાડેજા (ઉં.88) તે અવધેશસિંહ જાડેજાના માતુશ્રી, આરતીબાના સાસુનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6, સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

કોડિનાર: વેલણ નિવાસી સ્વ.ખીમજીભાઈ કલ્યાણજીભાઈ ગઢિયાના પુત્ર વિનોદચંદ્ર (ઉં.59) તે વૈશાલીબેન નીતિનભાઈ નથવાણી (રાજકોટ), સૌરભભાઈ અને કૌશિકભાઈના પિતાશ્રી, નટવરભાઈ (રાજકોટ), કિશોરભાઈ, જયશ્રીબેન બાબુભાઈ સરૈયા, કાજલબેન મહેશભાઈ સરૈયા (કોડિનાર) અને સ્વ.આશાબેન મનસુખલાલ શીંગાળા (ઉના)ના ભાઈનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.22ના સાંજે 4થી 6, કોમ્યુનિટી હોલ, નિરાંત સોસાયટી, ત્રણ રસ્તા,

વેલણ છે.

ગોંડલ: પડધરી હાલ ગોંડલ સ્વ.દિલીપભાઈ કેશુભાઈ ભટ્ટના પત્ની પુષ્પાબેન (ઉં.78) તે સોનલબેન ધર્મેશકુમાર રાવલ (ગોંડલ), બિંદુબેન કેતનકુમાર પીઠડિયા (માળિયાહાટીના) તથા હિમાંશુભાઈના માતુશ્રી, સ્વ.બેચરલાલ માવજીભાઈ પંડયાના દીકરીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4થી 6, સિદ્ધિવિનાયક મંદિર, પંચવટી સોસાયટી, ગોંડલ છે.

વાંકાનેર: સ્વ.મુકુંદરાય પોપટલાલ રાવલની પુત્રી બીનાબેન હીતેશભાઈ મહેતા (ઉં.51)(સુરેન્દ્રનગર) તે સ્વ.મહેશભાઈ, સ્વ.ગીતાબેન, નયનાબેન તથા હર્ષાબેનના બહેન, ઉદયભાઈ શાત્રીના ફૈબાનું તા.17ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.22ના સાંજે 4થી 5, ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર છે.

ઇ-પેપરના નવા શુલ્ક