• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ઈન્ટરપોલની જેમ હવેથી ભારતપોલ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું 

નવી દિલ્હી, તા.7 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ભારત મંડપમ ખાતે ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે. જેનાથી હવે ભારતમાં ગુનો આચરી નાસ્તા ફરતા અથવા વિદેશ ફરાર થઇ જતાં કે પછી વિદેશમાં બેસીને ભારતમાં ગુનો આચરતા આરોપીઓને સરળતાથી ઝડપી લેવામાં આવશે.

મળતી માહિતી મુજબ, વિદેશમાં છુપાયેલા વોન્ટેડ ગુનેગારોને લઈને ભારત સરકાર સંપૂર્ણપણે કડક છે. દેશની પોલીસ ગુનેગારો સામે હંમેશાં સક્રિય રહે છે. તે ગુનેગારોને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કેદ્રીય એજન્સીઓ પણ ગુનેગારો પર કાર્યવાહી કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નોંધનીય બાબત એ છે કે દેશ છોડીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પરત લાવવા સરળ નથી.  તેમને પાછા લાવવા માટે ઘણા બધા પાપડ પાથરવા પડે છે. આ એક મોટો પડકાર છે. હાલમાં એજન્સીઓએ આ માટે ઈન્ટરપોલની મદદ લેવી પડશે પરંતુ હવે ભારતપોલ પોર્ટલ આ કામને ખૂબ જ સરળ બનાવશે.

ભારતપોલ એક સામાન્ય પોર્ટલ છે, જેને સીબીઆઈએ ઈન્ટરપોલની તર્જ પર તૈયાર કર્યું છે. આ પોર્ટલમાં ઈઇઈં, ઊઉ, ગઈંઅ અને તમામ રાજ્યોની પોલીસ જેવી તમામ તપાસ એજન્સીઓનો સમાવેશ થશે. ઈન્ટરપોલની તર્જ પર તમામ રાજ્યોની સીબીઆઈ, ઈડી, એનઆઈએ અને પોલીસ સહિત તમામ એજન્સીઓને એક કોમન પોર્ટલ દ્વારા જોડવામાં આવશે. આ પોર્ટલ દ્વારા કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો, સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનશે.

છેલ્લા ઘણા સમયથી એવું જોવામાં આવ્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિ, સાયબર ક્રાઈમ, બેંક ફ્રોડ વગેરે જેવા કોઈપણ પ્રકારના ગુના કર્યા પછી વોન્ટેડ ગુનેગારો સરળતાથી   દેશ છોડીને વિદેશ ભાગી જાય છે. તે વિદેશમાંથી ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. ગેંગ વોર તેનું નવીનતમ ઉદાહરણ છે. ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા જેવા મોટા ગેંગસ્ટરો કયારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં બેસીને ભારતમાં ગેંગ વોર ગોઠવે છે. ખાલિસ્તાની પણ આ મામલે પાછળ નથી પરંતુ હવે પોલીસ અને એજન્સીઓ તેમના પર સીધી નજર રાખશે. 

ઇ-પેપરના નવા શુલ્ક