-ત્રણ રાજ્યોમાં ઈમર્જન્સીની ઘોષણા : છ કરોડ લોકો થઈ શકે છે પ્રભાવિત
નવી
દિલ્હી, તા. 6 : અમેરિકામાં વર્તમાન સમયે હાડ
થિજાવતી ઠંડી શરૂ થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ લોકો માટે એલર્ટ જારી કરી દીધું
છે. અમેરિકામાં ચાલુ વર્ષનું પહેલું બરફનું
તોફાન આવ્યું છે. માનવામાં આવે છે કે આ તોફાનના કારણે અંદાજીત છ કરોડ લોકોનું જીવન
પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હતં કે, ન્યુજર્સીથી લઈને કેનસાસ અને મિસૌરીમાં
દશકની સૌથી ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.
રિપોર્ટ
અનુસાર અમેરિકામાં છ કરોડથી વધારે લોકો માટે કોઈને કોઈ પ્રકારની હવામાન સંબંધિત ચેતવણી
આપવામાં આવી છે. બીજી તરફ ખરાબ હવામાનના કારણે અંદાજીત 2200 ફલાઈટ રદ થઈ છે અને 25,000થી વધારે ઉડાનમાં વિલંબ થયો હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. અમેરિકા વર્ષના પહેલા
બરફના તોફાનની અસરથી પવન ફુંકાવા લાગ્યો હતો. જેના પરિણામે કેનસસ અને મિસૌરીમાં સ્થિતિ
વિકટ બની હતી. પુર્વી રાજ્યોમાં ઘણા સ્થળોએ બરફની ચાદર પથરાઈ હતી.