• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

પાક.નો 2-0થી સફાયો કરતું દ. આફ્રિકા

બીજા ટેસ્ટમાં આફ્રિકાની 10 વિકેટે જીત : ફોલોઓન બાદ પાકિસ્તાને 478 રન કર્યાં

કેપટાઉન તા.6: ફોલોઓન બાદ પાકિસ્તાનના સંઘર્ષ છતાં બીજા અને અંતિમ ટેસ્ટમાં દ. આફ્રિકાનો 10 વિકેટે સરળ વિજય થયો હતો. આ સાથે જ આફ્રિકાએ પાક.નો 2-0થી સફાયો કર્યોં હતો. જીત માટેનું પ8 રનનું લક્ષ્યાંક આફ્રિકાએ ફકત 7.1 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધું હતું. ડેવિડ બર્ધિમહામ 44 રને માર્કરમ 14 રને નોટઆઉટ રહ્યા હતા. પહેલા દાવમાં બેવડી સદી રિકલટક પ્લેયર ઓફ ધ મેચ અને યાનસન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા.

અગાઉ આજે મેચના ચોથા દિવસે ફોલોઓન થયા બાદ પાકિસ્તાને અદભૂત સંઘર્ષ કર્યોં હતો અને બીજા દાવમાં 122.1 ઓવરનો સામનો કરીને 478 રન કર્યાં હતા. કપ્તાન શાન મસૂદે 2પ1 દડામાં 17 ચોકકાથી 14પ રનની ઇનિંગ રમી હતી. તે પાક. તરફથી કેપ્ટનના રૂપમાં સદી કરનારો પહેલો બેટધર બન્યો હતો. તેના અને બાબર આઝમ વચ્ચે પહેલી વિકેટમાં 20પ રનની ભાગીદાર થઇ હતી. જે ફોલોઓન થયા બાદ પહેલી વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. બાબરે81 રન કર્યાં હતા. મોહમ્મદ રિઝવાન 41 અને સલમાન આગા 48 રને આઉટ થયા હતા. આમેર જમાલે 34 રનનું યોગદાન આપ્યું હતું. દ. આફ્રિકા તરફથી કાગિસો રબાડા અને કેશવ મહારાજને 3-3 વિકેટ મળી હતી. માર્કો યાનસને 2 વિકેટ લીધી હતી.

આફ્રિકાના પહેલા દાવમાં 61પ રનના જંગી જૂમલા સામે પાકિસ્તાનનો પહેલા દાવમાં 194 રનમાં ધબડકો થયો હતો. આથી તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક