• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

પાટીદારની દીકરીને પટ્ટા મારનારના 24 કલાકમાં પટ્ટા ઉતારી ન્યાય આપો : ધાનાણી

અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરવાની ચીમકી

ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો કે દૂધે ધોયેલા હોય તો રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરે

અમરેલી, તા.7 : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણીએ 24 કલાકનું એલ્ટિમેટમ આપતાં માગ કરી છે કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની માગ કરી છે. જો 24 કલાકમાં પગલાં નહીં લેવાય તો ગુરુવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ   પર ઉતરવાની ધમકી આપી છે. 

અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે રીતે સરકાર દ્વારા ચપટી વગાડી અને કુંવારી કન્યાને પરેશાનીમાં મૂકી અને તેણીને માર મારવામાં આવ્યો તે પોલીસ અધિકારી તથા કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પીડિત યુવતીએ માગણી કરી છે તે યુવતીની ન્યાયી માગણી સ્વીકારો, નહીં તો અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આ લડાઈમાં ઝંપલાવવા તૈયાર છે.

વધુમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, પત્રમાં લખાયેલા મુદ્દા બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવે. જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો આવતીકાલે સાંજે 6:00 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરે અને યુવતીએ કરેલા આક્ષેપ ખોટા સાબિત થાય તો પોતે સરકાર અને તેમના પ્રતિનિધિ સામે માફી માગવા પણ તૈયાર હોવાનું જણાવાયું હતું.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પીડિત પાટીદાર યુવતીને ન્યાય અપાવવા માટે હવે રાજકીય, સામાજિક અને કાયદાકીય લડાઈનાં મંડાણ કરશે અને જ્યાં સુધી પીડિત પાટીદાર યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ લડત ચાલુ રાખશે અને ગુરુવાર સવારથી અમરેલીના પોલીસ અધિક્ષક કચેરી સામે 24 કલાક સુધી ભૂખ્યા પેટે ધારણા ઉપર બેસવાની પણ જાહેરાત કરતાં અમરેલીમાં કડકડતી ઠંડીમાં પણ રાજકારણમાં ભારે ગરમી આવી જવા પામી છે.

 

પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું અત્યારે નહીં સવારે લઈ જજો

            પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપ માટે મેડિકલ તપાસ કરવા માટે પાયલ ગોટીને લઈ જવામાં આવી રહી હતી : વીડિયો વાયરલ

રાજકોટ, તા.7: અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સામે કાર્યવાહી થઈ હતી ત્યારે હવે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે   રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. જઈંઝની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી ત્યાંથી તેને અમરેલી લઈ જવામાં આવી રહી હતી. તે સમયે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી અને મેડિકલ માટે સવારે લઈ જવા કહ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. 

અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને જઈંઝ(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં ઉyતા એ.જી.ગોહિલ, મહિલા ઙ.ઈં. આઇ.જે. ગીડા, મહિલા ઙજઈં એચ.જે.બરવાડિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ તપાસ સમિતિ ટીમ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી હતી. પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જાણવા મળી રહ્યુ છે કે, પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપ માટે મેડિકલ તપાસ કરવા માટે પાટલ ગોટીને લઈ જવામાં આવી રહી હતી તે અંગેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પરેશ ધાનાણીને જઈંઝની મહિલા પોલીસ અધિકારી કહી રહી છે કે, તે(પાયલ) એકલી નથી, તેના ભાઈ-બહેન પણ છે. અમે તેને ડરાવી-ધમકાવીને નથી લાવ્યા. તેની મંજૂરીથી લાવ્યા છીએ. અમે માત્ર સિવિલ લઈ જતા હતા. તમે કહ્યું ગાડી ઉભી રાખો તો અમે રાખી દીધી. પ્રેમથી લાવ્યા છીએ ત્યારે ધાનાણીએ જઈંઝના અધિકારીઓને કહ્યું, અત્યારે નહીં સવારે લઈ જજો. તો પાયલ ગોટીએ કહ્યું કે, અત્યારે અમને અમારા ઘરે મૂકી જાઓ.

આ ઉપરાંત આ લેટરકાંડમાં હાલ ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને લઈને આ કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. જેમાં પાયલ ગોટી દ્વારા કરિયર કરવામાં આવ્યું તેના મહત્ત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કૌશિક વેકરીયા ઉપર લગાવેલા આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયમાં સીસીટીવી સામે આવ્યું છે.  આ કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડેથી કર્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે કોબા કમલમ દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આજે તપાસ કમિટી પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને લઈ જવામાં આવતી હતી તે સમયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી હતી. તેને લઈને આ કેસમાં હવે આગામી સમયમાં ચોંકાવનારો વળાંક આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક