નવી
દિલ્હી, તા.7 : આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાને ખસી ગઇ છે. વર્ષ
2016 બાદ આવું બીજીવાર થયું છે કે ટીમ ઇન્ડિયા ટોપ ટૂમાંથી બહાર થઇ હોય. બોર્ડર-ગાવસ્કર
ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની 1-3ની હારનું ભારતીય ટીમને મોટું નુકસાન થયું છે. આ હારથી
ભારત ડબ્લ્યૂટીસી ફાઇનલમાંથી ફેંકાઇ ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જગ્યા
બનાવી છે અને આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ટોચના સ્થાને આવી ગઇ છે. દ. આફ્રિકાએ પાકિસ્તાનના
2-0થી સૂપડા સાફ કર્યાં છે. આથી તે ફાયદા સાથે બીજા નંબર પર પહોંચી છે. તે ડબ્લ્યૂટીસી
ફાઇનલમાં પહેલેથી પહોંચી ચૂકી છે.
બોર્ડર-ગાવસ્કર
સિરીઝ અગાઉ ઓસ્ટ્રેલિયા ટીમ ત્રીજા સ્થાને હતી. જ્યારે ભારત ટોચ પર હતું. શ્રેણી સમાપ્ત
થઇ છે અને ઓસ્ટ્રેલિયાનો 3-1થી વિજય થયો છે. આથી તે ફાયદા સાથે પહેલા નંબર પર આવી ગયું
છે. જ્યારે ભારતીય ટીમ બે સ્થાનના નુકસાનથી ત્રીજા સ્થાને ખસી ગઇ છે.