BZ
ગ્રુપના કૌભાંડની CID તપાસમાં
રૂ. 422 કરોડની એન્ટ્રીના ખુલાસા
અમદાવાદ,
તા.7: બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતાં ગ્રામ્ય સેશન્સ
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરી રિમાન્ડ માગવામાં ના આવતા
કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો.
બીઝેડ
ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં
આવ્યા હતા. સીઆઇડીની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં 4રર.96 કરોડની એન્ટ્રીના
ખુલાસા થયા છે. આ કૌભાંડમાં વધુ તપાસ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના
6 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
છે. રિમાન્ડની માગણી સાથે સીઆઇડી ક્રાઇમે અગાઉના રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાના
કેટલાક પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
કૌભાંડોનો
હિસાબ રાખનાર ઝડપાયો
સીઆઇડીએ
કૌભાંડનો હિસાબ સંભાળનાર નરેશને ઝડપી લીધો છે તેથી હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થાય
તેવી શક્યતા છે. હિસાબનીશ નરેશને વધુ પૂછપરછ માટે સીઇઆડી ક્રાઇમમાં લાવવામાં આવ્યો
છે. તેની પૂછપરછમાં કેવા ખુલાસા થયા છે તેના પરથી ભૂપેન્દ્રસિંહ પર ગાળીયો કસાશે.