(અમારા પ્રતિનિધી તરફથી)
અમદાવાદ,તા.25:
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ વોર્ડ નંબર-4માં ભાજપ
અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં તીક્ષ્ણ હથિયારો
અને પાઈપ વડે થયેલા જીવલેણ હુમલામાં એક યુવકનું મૃત્યુ નિપજતા મામલો ગંભીર બન્યો છે.
રાજકીય અદાવતમાં ખેલાયેલા આ ખૂની ખેલને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થાની
સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.
ઘટનાની
વિગત મુજબ, તાવડિયા રોડ પર ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4થી 5 અજાણ્યા શખ્સોએ
હુમલો કર્યો હતો, જેમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ હુમલામાં અન્ય એક
યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયો છે. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી પણ
ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું
છે. ચૂંટણી વિવાદમાં જ આ હત્યા કરાઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ મામલે
પોલીસે ગુનાહિત કાવતરાની દિશામાં તપાસ તેજ કરી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ
એ-ડિવિઝન અને કઈઇની ટીમો હુમલાખોરોને પકડવા માટે કાર્યરત છે. મૃતક યુવકની અંતિમયાત્રા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી. ઉyજઙના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ
ચૂંટણી બાબતનું મનદુ:ખ આ હત્યા પાછળનું કારણ હોવાનું જણાય છે, જોકે ઊંડી તપાસ બાદ જ
સત્ય બહાર આવશે.