• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

દેશમાં પહેલીવાર પુરુષ કરતાં મહિલા શિક્ષકો વધુ

કુલ 14.72 લાખ શાળા : 52.3 લાખ મહિલા : મહિલા શિક્ષકો 53.3 ટકા

નવી દિલ્હી, તા. 6 : શિક્ષણ જગતની એક ધ્યાન ખેંચનારી હકીકત જાણવા મળી છે કે, દેશમાં તમામ શાળાઓમાં મહિલા શિક્ષકોની સંખ્યા પહેલીવાર પુરુષ શિક્ષકો કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે.

દેશની કુલ 14.72 લાખ શાળામાં આજની તારીખે કુલ 98 લાખ જેટલા શિક્ષક છે, જેમાંથી 52.3 લાખ મહિલા શિક્ષક છે. 2018-19માં આ સંખ્યા 47.14 લાખ હતી.

ત્યારથી શાળાઓમાં મહિલા શિક્ષકોની સંખ્યા લગાતાર વધી રહી છે. યુનિફાઈડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનના વર્ષ 2023-24ના અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે.

વર્ષ 2018-19થી 2023-24 વચ્ચેના ગાળામાં મહિલા શિક્ષકોની સંખ્યા ત્રણ ટકા વધીને 53.3 ટકા થઈ ગઈ છે.

બીજી તરફ, પુરુષ શિક્ષકોની સંખ્યા સમાન સમયગાળા દરમ્યાન ત્રણ ટકાના ઘટાડા સાથે 46.6 ટકા થઈ

ગઈ છે.

2019-20નાં શૈક્ષણિક વર્ષમાં મહિલા શિક્ષકોના આંકડા પહેલીવાર 50 ટકાને પાર ગયા હતા. ત્યારબાદ, 2022-23માં 51.3 ટકા અને 2023-24માં મહિલા શિક્ષકોની સંખ્યા વધીને 53.3 ટકા થઈ ગઈ છે.

આ અહેવાલમાં એક ધ્યાન ખેંચનારી હકીકત એવી જોવા મળી છે કે, મહિલા શિક્ષકોની સંખ્યા દેશની ખાનગી શાળાઓમાં 20 ટકા વધી છે, જ્યારે સરકારી શાળાઓમાં માત્ર છ ટકા વધી છે.

બીજી તરફ, સરકારી શાળાઓમાં પુરુષોની સંખ્યાનું ચિત્ર સારું જ છે. સરકારી શાળાઓમાં પુરુષ શિક્ષકોની સંખ્યા 27.72 લાખ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક