• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

રાજકોટના અગ્નિકાંડમાં સૂત્રધાર મનસુખ સાગઠિયા સામે ઇડીની તપાસ

સ્પે.કોર્ટમાંથી પરવાનગી માગી ઇડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ, તા.6 : રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલમાં રહેલા સૂત્રધારમાં નપાના સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાનાં પ્રકરણમાં કોર્ટમાંથી પરવાનગી લઈ ઇ.ડી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો. આગામી દિવસોમાં અનેક નાના-મોટા માથાઓને રેલો આવે તેવા નિર્દેશો સાંપડી રહ્યાનું જણાવાઈ રહ્યંy છે.

આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલમાં ધકેલાયેલા સૂત્રધાર મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયાનાં પ્રકરણમાં તપાસ માટે કોર્ટમાંથી ઇ.ડી. દ્વારા પરવાનગી માગવામાં આવી હતી અને જેની મજૂરી મળી જતા ઇ.ડી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.

આ મામલે આ કેસમાં ખાસ નિયુક્ત સ્પે. પી. પી. તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે કોર્ટમાં ઇ.ડી. દ્વારા અરજી કરવામાં આવી હતી અને ટીપીઓ મનસુખ સાગઠિયા પ્રકરણમાં આ નવી ઇન્કવાયરી થઈ રહી છે અને કોર્ટે આ મામલે મજૂરી આપી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ર7 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને પોલીસે ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં સૂત્રધાર તરીકે મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે મનસુખ સાગઠિયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિત 1પ શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

તેમજ પૂર્વ ટીપીઓ મનસખુ સાગઠિયા સામે એસીબીએ તપાસ હાથ ધરી હતી અને તેના ભાઈની ઓફિસના લોકરમાંથી રૂ.3 કરોડની રોકડ, રૂ.1પ કરોડનું સોનું સહિત કરોડોની મતા મળી આવતા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો તેમજ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ પણ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ જેલમાં રહેલા મનસુખ સાગઠિયાની પૂછતાછ અર્થે ઈ.ડી. દ્વારા મંજૂરી માગવામાં આવી હોય મંજૂરી મળ્યે જેલમાં જઈ પૂછતાછ કરવામાં આવશે. આગામી દિવસોમાં રાજકીય આલમથી માંડી અનેક નાના મોટા માથાઓને પણ ઇ.ડી.ની તપાસનો રેલો આવે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક