જામનગર, તા.6 : જામનગરમાં ખાનગી
કંપની દ્વારા ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયાના
બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં પોલીસે કંપનીના હેડ, એક શખસને ઝડપી લઈ
ચાર દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે,જામનગરમાં
પંડિત નેહરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની શરૂ કરવામાં
આવી હતી અને લોકોને માસિક ઉંચા વળતરની લાલચ આપી જુદીજુદી સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી
લીધા બાદ કરોડનું ફૂલેકું ફેરવી ચાર શખસ ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે
ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન આ પ્રકરણમાં ચારેય શખસ
વિરુદ્ધ 70 મુજબ પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન પટેલ કોલોનીમાં વ્રજમંગલ
એર્પાટમેનટમાં રહેતા અને ફરાર યશ દિનેશ સાલાણી નામનો શખસ ભારત બોર્ડરની ચેકપોસ્ટ પરથી
પસાર થવાનો હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની વધુ તપાસમાં કંપનીમાં
હેડ તરીકે નોકરી કરતા યશ સોલાણી પ્રથમ દુબઈ બાદ થાઈલેન્ડ નાસી છુટયો હતો અને ત્યાંથી
નેપાળ આવ્યો હતો અને નેપાળથી ભારતની બોર્ડરે આવતા ઝડપાયો પોલીસે ચાર દિવસના રિમાન્ડ
પર મેળવી અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.