મુંબઈ,
તા.6 : ટીમ ઇન્ડિયાના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પીઠની ઇજાને લીધે તા. 22 જાન્યુઆરીથી
ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થતી લિમિટેડ ઓવર્સની સિરીઝના મોટાભાગના મેચોની બહાર રહેશે. આ
ફેંસલો 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાને રાખીને લેવામાં
આવ્યો છે. બુમરાહે હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની પ મેચની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 32
વિકેટ લીધી હતી અને જબરદસ્ત દેખાવ કર્યો હતો. અંતિમ ટેસ્ટના બીજા દિવસે તેની પીઠમાં
જકડનની સમસ્યા સર્જાઈ હતી. આ પછીથી તે બોલિંગ કરી શક્યો ન હતો.
બીસીસીઆઇની
મેડિકલ ટીમ બુમરાહની ઇજા પર નજર રાખી રહ્યંy છે અને તે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફુલ્લી
ફિટ થઈ જાય તેવી યોજના બનાવી રહ્યંy છે. આથી બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને વન
ડે શ્રેણીમાં વિશ્રામ આપવાનો નિર્ણય લીધો છે.
બુમરાહે
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 1પ0 ઓવર ફેંકી હતી. તેના વર્કલોડને ધ્યાને રાખી બુમરાહને ફિટ
થવા માટે પૂરતો સમય આપવામાં આવશે. બુમરાહની ઇજાનો ગ્રેડ શું છે તે હજુ બીસીસીઆઇએ જાહેર
કર્યું નથી. ગ્રેડ એની ઇજા હશે તો વાપસી પહેલાં ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ રીહેબ કરવું
પડશે અને જો ગ્રેડ ટૂની ઇજાને હશે તો રીહેબ માટે 6 સપ્તાહનો સમય આપવો પડશે.
ભારતે
ચેમ્પિયન્સ ટ્રોફીનો તેનો પહેલો મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગલાદેશ સામે રમવાનો છે
જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી 22 જાન્યુઆરીએ કોલકતાથી શરૂ થશે. આ શ્રેણીની
ત્રીજો મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીએ રમાવાનો છે. વન ડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી રમાશે.