અમદાવાદ, તા.6: અમદાવાદ ગ્રામ્ય
સેશન્સ કોર્ટ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ કાર્તિક પટેલની
આગોતરા જામીન અરજી ઉપરની સૂનાવણી આજે ચાલતા કોર્ટે તેના જામીન રદ કર્યા છે. જો કે કોર્ટે
સરકારી વકીલ અને અરજદારની દલીલોને ધ્યાનમાં લીધા બાદ કાર્તિક પટેલની આગોતરા અરજી ફગાવી
દીધી હતી.
સરકારી વકીલે જણાવ્યું હતું કે,
બીએનએસ મુજબ જામીન અરજી જાતે દાખલ કરવી પડે. સબંધી દ્વારા દાખલ કરી શકાય નહીં તેવું
કરવાનું કોઈ કારણ દર્શાવ્યું નથી કે, અરજદારના જમાઈને તેનો પાવર અપાયો હોય એવો ઉલ્લેખ
નથી. આરોપી અત્યારે ક્યા છે તે દર્શાવાયું નથી. સરકારી વકીલે જુદી જુદી હાઈકોર્ટનાં
ચુકાદા ટાંક્યા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે, અરજદાર વિદેશમાં છે અને સબંધી મારફતે
પ્રોક્સી અરજી કરી શકે નહીં. અરજદારની પાસપોર્ટ કોપીમાં તે ક્યાં ગયો છે તેનો ઉલ્લેખ
નથી. તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, અરજદાર
આરોપી સામે અગાઉ બીજા બે ગુન્હા, પ્રોહેબિશન અને પીએમજેએવાય કાર્ડ કૌભાંડમાં ગુનો દાખલ
થયો છે. આરોપી ડૉક્ટરોએ દર્દીઓને લાવવા દબાણ કરતો હતો. હોસ્પિટલના બધા પેમેન્ટના ચેકમાં
આરોપીની સહી હતી. પીએમજેએવાય યોજના થકી ખ્યાતિ હોસ્પિટલે 16.64 કરોડ મેળવ્યા છે. વર્તમાન
આરોપીએ જ ખોટવાળા ઓડિટ રિપોર્ટ બનાવવા સૂચના આપી હતી. અરજદારના વકીલે દલીલ કરતા જણાવ્યું
હતું કે, તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને ચેરમેન છે. તેને આ ઘટનાનું દુ:ખ છે પરંતુ
તેની ઉપર સાપરાધ મનુષ્યવધની કલમ લાગે નહીં. જો આ બેદરકારીથી ઘટના બની મેડિકલ બેદરકારી
ડૉક્ટર ઉપર લાગે ડાયરેક્ટર ઉપર નહીં. આ સાથે જ અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ
ટાંક્યા હતા.