દીકરીને ન્યાય અપાવી શક્યો નહીં તેનો અફસોસ
સુરત,
રાજકોટ તા.6: અમરેલીના લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે તેનું સરઘસ
કાઢતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ
કર્યો હતો. ત્યારે આજે સુરતમાં જાહેરસભાના મંચ પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ
પોતાના શરીર પર પટ્ટા મારી માફી માગી હતી.
સુરતમાં
મીની બજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી
પાર્ટીના નેતાઓ, કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગોપાલ
ઈટાલિયાએ પોતા ભાષણ દરમિયાન પોતાની જાતને જ પટ્ટા માર્યા હતા. ગુજરાતની અનેક ઘટનાઓમાં
લોકોને ન્યાય ના અપાવી શક્યા હોવાનું કહીને તેઓએ જાહેરમાં બે હાથ જોડીને લોકોની માંફી
માંગી હતી. આ ઉપરાંત અમરેલી લેટરકાંડમાં જે યુવતીને પટ્ટા મારવાની ઘટનાને લઈને તેઓએ
દીકરીને ન્યાય ના અપાવી શક્યા હોવાનું કહીને દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એટલે
એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઇશ તેમ કહી પોતાની જાતે જ પટ્ટા મર્યા હતા.
ગોપાલ
ઈટાલિયાએ કહ્યું હતું કે, અનેક ઘટનાઓમાં ભાજપવાળા ન્યાય નથી અપાવી શક્યા, અમે લડ્યા
અમે ન્યાય નથી અપાવી શક્યા, મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, રેલી, સભા, સરઘસ પણ ન્યાય
ન મળ્યો. ઘટના કોઈ પણ હોય, બળાત્કારની હોય, લૂંટની હોય, મારામારીની હોય, વ્યાજ માફિયાઓના
ત્રાસથી લોકો દવા પી જાય, આત્મ હત્યા કરી જાય, ઘટના કોઈ પણ હોય પણ ન્યાય નથી મળતો અમે
ઘણાં જ પ્રયાસ કર્યાં પરંતુ અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એ બદલ હું બધાની બે હાથ જોડીને
માંફી મંગુ છું કે અમે ન્યાય નથી અપાવી શક્યા, એનો મને અફસોસ છે અને હું બે હાથ જોડીને
માંફી માંગું છું,.
આ ઉપરાંત
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અમરેલીની જે દીકરીને પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે
આ સભા સુરતમાં ભલે હોય પણ મારું આ સંબોધન આ ગુજરાતને છે. હજુ આપણો આત્મા નહી જાગે તો
ક્યારે જાગશે. આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો ચાલે છે આ કેવી રીતે ચાલે,
ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સવાળા, દારૂ વાળા બેફામ ફરે અને નિર્દોષ
લોકોને પોલીસવાળા પોલીસ સ્ટેશનમાં માર મારે છે. દોસ્તો ગુજરાતનો આત્મા જગાડવા માંગુ
છું, અમને જીદંગી ભર મત ના આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારો
આત્મા જરૂરથી જગાડજો.