બે
પિતરાઈ ભાઈનું કારસ્તાન: ઉંચું વળતર આપવાની લાલચ આપી
જામનગર,
તા. 7: જામનગરના બેડીમાં આવેલ જુમ્મા મસ્જિદ રોડ પર આઝાદ ચોકમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં
મેતાજી તરીકે કામ કરતા નઝીરહુસેન નવાઝ મિંયા બુખારી નામના યુવાનને તેમના કામસર પંચવટી
પાસે આવેલી એક ખાનગી બેંકમાં અવારનવાર જવાનું થતું હતું. જેમાં તે બેંકના કર્મચારી
દિનેશ કિશોરચંદ્ર પાટલિયાનો સંપર્ક થયો હતો.
ત્રણેક
વર્ષ પહેલા નઝીર હુસેનના પિતાનું નિધન થયું હતું. તે પછી બંદર પર ખાતર ભરેલુ વહાણ આવે
તેના પૈસાની લેવડદેવક માટે બેંકમાં જતા નઝીરને કરન્સી ટ્રેડમાં રોકાણ કરી પૈસા કમાવવા
માટે દિનેશે કહ્યું હતું અને અગાઉ જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં વસવાટ કતો કલ્પેશ
કિશોરભાઈ મહેતા નામના પોતાના પિતરાઈ ભાઈ આ ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને ખૂબજ વળતર
મળી શકે છે તેમ જણાવતા નઝીરહુસેને ગયા ડિસેમ્બર મહિનાથી એક વર્ષ સુધી કટકે કટકે રૂ.18
લાખ દિનેશ પાટલિયાને આપ્યા હતા. બાદમાં નઝીરને રૂ.14 લાખ 77 હજાર કલ્પેશ કિશોર મહેતા
પાસેથી અને રૂ.16 લાખ 40 હજાર દિનેશ પાટલિયા પાસેથી લેવાના બાકી નીકળતા હતા.
કુલ
રૂ.4પ લાખ 95500 રોક્યા પછી નઝીરને ઉપરોક્ત બન્ને શખસે રૂ.31 લાખ 17 હજાર પરત નહીં
આપી એકાદ વર્ષ સુધી આંબાઆંબલી બતાવતા આખરે નઝીરે પોલીસ ફરિયાદ કરી હતી.