રાજકોટના
શખસે એએસઆઇ તરીકે ઓળખ આપી બળાત્કારના કેસમાં ફીટ કરવાનું કહી તોડ કર્યો, દબોચી લેવાયો
ગોંડલ,
તા.21: ગોંડલના વેપારીને નકલી પોલીસે બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપી રૂ.5 લાખ
પડાવ્યા હતા. વધુ રૂ.2 લાખની ઉઘરાણી કરવા જતાં પોલીસે તેને દબોચી લીધો હતો.
બનાવની
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણખૂણીયા પાસે બંસી
ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઈ કમલેશભાઈ કોટડિયા (ઉં.28) ગત તા.21-12ના ઓફિસનાં
કામે રાજકોટ ગયા હતા. જ્યાં ગિરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ
લીમડા ચોકથી બસ સ્ટેન્ડ જવા રિક્ષામાં બેઠા હતા. આ સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખસે
પોતાની ઓળખ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ તરીકે આપી કેયુરભાઈ પાસે આધાર કાર્ડ માગ્યું હતું.
પછી તું શું કામ કરે છે ? તેવું પૂછતા કેયુરભાઈએ ગોંડલમાં ગ્રાફિકનું કામ કરું છું.
તેવું કહેતા પોલીસની ઓળખ આપનાર શખસે દુકાનનું કાર્ડ માગતા તે આપ્યું હતું. બાદમાં આધાર
કાર્ડ પરત કરી હું તપાસમાં ગોંડલ આવીશ તેવું કહી જતો રહ્યો હતો. કેયુરભાઈ બપોરના રાજકોટથી
ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિકની ઓફિસે હતા ત્યારે રાજકોટ મળેલો શખસ ઓફિસમાં આવી પોતાની
ઓળખ ક્રાઇમ બ્રાંચના અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરભાઈને ધમકાવેલા કે તે રાજકોટમાં
એક છોકરીની છેડતી કરી છે. તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે, આથી ગભરાયેલા કેયુરભાઈએ મેં
કોઈની છેડતી કરી નથી ત્યારે આ શખસે ફરી ધમકાવી કહેલ કે તારે છેડતીના ગુનામાં ફીટ થવું
છે કે વહીવટ કરી પતાવટ કરવી છે, એવું કહી કેયુરભાઈનો મોબાઇલ લઈ લીધો હતો. મોબાઇલમાં
ગૂગલ પે ચેક કરતા પંદર લાખનું બેલેન્સ હોય આ શખસે હું સાહેબ સાથે વાત કરી લઉં તેમ કહી
ઓફિસ બહાર ગયો હતો. થોડીવારમાં પરત થઈ કેયુરભાઈને કહેલ કે છેડતીનો કેસ રફેદફે કરવો
હોય તો પાંચ લાખ આપવા પડશે. કેયુરભાઈએ આજીજી કરેલ કે મારી પાસે આટલા પૈસા નથી તો આ
શખસે છેડતી અને બળાત્કારના ગુનામાં ફીટ કરી દઈશ તો દસ વર્ષ સુધી જેલમાંથી છૂટીશ નહીં
તેવું કહી ધમકી આપતા ગભરાઈ ગયેલા કેયુરભાઈએ બેન્કમાંથી રૂ.પાંચ લાખ ઉપાડી આ શખસને આપતા
તે પૈસા લઈ ચાલ્યો ગયો હતો.
દરમિયાન
તા.28ના ફરી કેયુરભાઈને વોટ્સઅપ કોલ આવ્યો હતો. જેમાં હું તારી ઓફિસ પર આવ્યો હતો તે
ક્રાઇમ બ્રાંચનો એએસઆઇ મયુરસિંહ ઝાલા બોલું છું. સાહેબ પાંચ લાખમાં માનતા નથી. વધુ
બે લાખ માગે છે, જે તારે આપવા પડશે. હું ગોંડલ તારી ઓફિસે આવું છું, એવું કહી મયુરસિંહ
થોડી કલાકમાં કેયુરભાઈની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કારના કેસમાં ફીટ કરી
દેવાની ધમકી આપતા કેયુરભાઈએ પૈસાની વ્યવસ્થા કરવા 10 દિવસનો સમય માગતા મયુરસિંહ જતો
રહેલ. બાદમાં કેયુરભાઈએ તેના મિત્ર અંકિતભાઈ કોટડિયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બી
ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.
દરમિયાન
આજે બપોરે મયુરસિંહ કેયુરભાઈની ઓફિસે આવતા ઓફિસ નીચેથી પોલીસે દબોચી લઈ આકરી પૂછપરછ
કરતા તે મયુરસિંહ ઝાલા નહીં પણ મિહિર ભનુભાઈ કુગશિયા (રે.પોપટપરા, રાજકોટ) હોવાનું
જણાવ્યું હતું. અસલી પોલીસને જોઈને નકલી એએસઆઇ મિહિર ભાગવા જતા અને પડી જતાં પગમાં
ઈજા પહોંચી હતી.