• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

અથડામણમાં 20 નક્સલી ઠાર

છત્તીસગઢ-ઓરિસ્સા સરહદે સલામતીદળોની કાર્યવાહી; નક્સલવાદના  છેલ્લા શ્વાસ: અમિત શાહ

રાયપુર, તા. 21 : છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સલામતીદળો અને નક્સલવાદીઓ વચ્ચે સર્જાયેલી ભીષણ અથડામણ દરમ્યાન ઓછામાં ઓછા 20 નક્સલવાદેનો ખાત્મો કરાયો હતો. 15ના મૃતદેહ અને હથિયારો પણ મળી આવ્યા છે. અથડામણ દરમ્યાન એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. સાંજ સુધી એન્કાઉન્ટર  ચાલુ  રહયું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે 2026 સુધી વિસ્તારમાંથી નક્સલવાદનો ખાત્મો થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૈનિકોની સફળતા પર કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે દેશમાં નક્સલવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. રવિવારે રાત્રે છત્તીસગઢ અને ઓરિસ્સાના સલામતી દળો દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે ભાલુ દિગ્ગીના જંગલમાં દિવસભર તૂટક તૂટક ગોળીબાર થયો હતો જે આજે પણ ચાલુ રહ્યો હતો. લગભગ 1000 જવાનોએ 60 નક્સલવાદીને ઘેરી લીધા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.  ડ્રોન દ્વારા પણ નક્સલીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પહેલા દળોનો ઘેરો 15-20 કિમી હતો, હવે નક્સલવાદીઓ ત્રણ કિમી સુધી સીમિત થઈ ગયા છે. ઘેરાયેલા તમામ 60 નક્સલવાદીઓનો ખાત્મો થવાની પણ શક્યતા છે. દરમ્યાન, એક સૈનિક  ઘાયલ થયો હતો તેને રાયપુર એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.

ગારિયાબંદના એસપી નિખિલ રખેચા, ઓરિસ્સાના નુપાડાના એસપી રાઘવેન્દ્ર ગુંડાલા, ઓરિસ્સાના ડીઆઈજી નક્સલ ઓપરેશન અખિલેશ્વર સિંહ અને કોબ્રા કમાન્ડન્ટ ડીએસ કથાઈત ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025