• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

વૈષ્ણવી શર્માની હેટ્રિક : મલેશિયા વિ. ભારતનો માત્ર 17 દડામાં વિજય ઞ-19 મહિલા ઝ-20 વિશ્વ કપમાં ભારતની આગેકૂચ

 મલેશિયા ટીમ ફક્ત 31 રનમાં ડૂલ

કુઆલાલ્મપુર, તા.21: સ્પિનર વૈષ્ણવી શર્માને હેટ્રિક સહિત પ વિકેટની મદદથી ભારતે અન્ડર-19 મહિલા ટી-20 વિશ્વ કપના બીજા મેચમાં યજમાન દેશ મલેશિયા વિરુદ્ધ 17 દડમાં લક્ષ્ય હાંસલ કરીને 10 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી. વૈષ્ણવીએ ચાર ઓવરમાં માત્ર પ રન આપી પ વિકેટ ઝડપી હતી. તેણીએ આ દરમિયાન ઉપરાઉપરી 3 દડામાં 3 વિકેટ ઝડપી હેટ્રિક રચી હતી જ્યારે આયુષી શુક્લાએ 8 રનમાં 3 વિકેટ ઝડપી હતી. વૈષ્ણવી-આયુષીની સ્પિન જાળમાં ફસાઈને મલેશિયા ટીમ 14.3 ઓવરમાં માત્ર 31 રનમાં ઢેર થઈ ગઈ હતી. જેમાં સૌથી વધુ 11 રન મિ. એક્સ્ટ્રાના હતા. મલેશિયાની કોઈ બેટર ડબલ ફીગરમાં પહોંચી ન હતી. ચાર બેટર ઝીરોમાં આઉટ થઈ હતી.

બાદમાં ભારતીય યુવા મહિલા ટીમે 2.પ ઓવરમાં વિના વિકેટે 32 રન કરી 10 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. જી તૃષા 12 દડામાં પ ચોક્કાથી 27 રને અને જી. કમાલિની 4 રને નોટઆઉટ રહ્યા હતા. અન્ડર-19 મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ એમાં ભારતનો હવે પછીનો ત્રીજો અને આખરી ગ્રુપ સ્ટેજનો મેચ શ્રીલંકા સામે ગુરૂવારે રમાશે. ભારતે પહેલા મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હાર આપી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક