જૂનાગઢ,
તા.21 :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા
સહિત રાજયની નગરપાલિકાઅને ખાલી પડેલી તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.
જૂનાગઢ
મનપામાં છેલ્લા ઘણા સમયથી વહિવટદારનું શાસન ચાલી રહયું હતું. જૂનાગઢવાસીઓ મનપાની ચૂંટણીના
રાહ જોઇ રહ્યા હતા ત્યારે આજે રાજયના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની
જાહેરાત કરવામાં આવી છે જેમાં જૂનાગઢ મહાનરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરાઇ છે. જૂનાગઢ
મનપામાં 15 વોર્ડ છે. એક વોર્ડ દિઠ 4 ઉમેદવાર પ્રમાણે 60 કોર્પોરેટરની ચૂંટણી યોજાશે.
એક વોર્ડમાં ચાર કોર્પોરેટરોમાં બે મહિલા અને બે પુરૂષ મળી કુલ 60 કોર્પોરેટરોમાં પચાસ
ટકા મહિલા અનામત સ્વરાજ્ય ચૂંટણીમાં ચૂંટણી લડશે.
આજે
ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ભાજપ-કોંગ્રેસ, આમ આદમી
પાર્ટી દ્વારા તમામે તમામ 15 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારવાની કવાયત શરૂ કરી દીધી
છે. આ વખતની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ઉપરાંત નવો પક્ષ પણ મેદાનમાં
આવે તેવી ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે. ભાજપ સહિત દરેક પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા
છે.