• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ઇન્ડિયાની જર્સી પર યજમાન દેશ પાકિસ્તાનનું નામ નહીં પાક. બોર્ડે ઈંઈઈ સમક્ષ હસ્તક્ષેપની માગ

નવી દિલ્હી, તા.21 : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનના યજમાન પદે હાઇબ્રિડ મોડલ પર રમાવાની છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના મેચ 3 શહેર કરાચી, લાહોર અને રાવલપિંડીમાં આયોજિત થશે જ્યારે ભારતના મેચ દુબઈમાં રમાશે. ટૂર્નામેન્ટની યજમાની આઇસીસીએ પાકિસ્તાનને સોંપી છે. આથી દરેક ટીમની જર્સી પર ચેમ્પિયન્સ ટ્રોફી-202પનો લોગો અને તેની નીચે યજમાન દેશ પાકિસ્તાનનું નામ લખવાનું હોય છે પરંતુ ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવામાં આવ્યું નથી. અગાઉ બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્માને પાક.માં આયોજિત ઓપનિંગ સેરેમનીમાં મોકલવાનો ઇનકાર કરી ચૂક્યું છે.

આઇસીસીની દરેક ટૂર્નામેન્ટમાં તમામ ટીમની જર્સી પર હોસ્ટ કન્ટ્રીનું નામ જર્સી પર હોય છે. જૂન-2024માં ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએના સંયુક્ત યજમાનપદે રમાયો હતો ત્યારે તમામ ટીમની જર્સી પર આ બન્ને દેશનાં નામ હતાં પણ આ વખતે બીસીસીઆઇએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ ઇન્ડિયાની જર્સી પર યજમાન દેશ પાકિસ્તાનનું નામ રાખ્યું નથી. જેથી વિવાદ થયો છે. પીસીબીએ આ મામલે આઇસીસીને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે અને કહ્યંy છે કે અમને વિશ્વાસ છે કે આઇસીસી યોગ્ય નિર્ણય લેશે.

ઇ-પેપરના નવા શુલ્ક