• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ઇંગ્લેન્ડની ઇલેવન જાહેર હેરી બ્રુક વાઇસ કેપ્ટન

કોલકતા તા. 21: ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાનાર પહેલા ટી-20 મેચ માટેની ઇલેવન ઇંગ્લેન્ડે મંગળવારે જાહેર કરી દીધી છે. જેમાં યુવા બેટર હેરી બ્રુકને ઉપકપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. ઓપનર તરીકે ફિલ સોલ્ટ અને બેન ડકેટ હશે જ્યારે કપ્તાન જોસ બટલર વનડાઉનમાં આવશે. જોફ્રા આર્ચર લાંબા સમય પછી ભારતની ધરતી પર રમશે. ઇંગ્લેન્ડની ઇલેવનમાં એક માત્ર નિયમીત સ્પીનર તરીકે આદિલ રશીદ છે. લિવિંગસ્ટોન સ્પીન ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહેશે.

ઇંગ્લેન્ડ ઇલેવન: બેન ડકેટ, ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક (વાઇસ કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વૂડ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક