ભાવનગર, તા.13: ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગત તા.25-3-2022ના રોજ 19 જેટલા ઇસમોએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી કરણસિંહ ગોહિલ અને અન્ય સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાનીધમકી આપી જેસીબીથી મકાન પાડી પાડયું હતું તેમજ લોકોને ગોંધી રાખી સોનાનું મંગળસૂત્ર, કાનના બુટિયા, રોકડ રકમ, વીજ મોટર લઇ ટ્રેકટરમાં સામાન ભરી કરણસિંહને બીજા મકાનમાં મોકલી દીધા હતા.
બનાવ
અંગે કરણસિંહ ગોહિલે પાલિતાણા ટાઉન પોલીસમાં
ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એચ.એસ. દવેની કોર્ટમાં
ચાલી જતા ચીથર ઉર્ફે પપ્પુ બોઘાભાઇ બોળિયા, દેવા ભકાભાઇ મેર, યુનુસ મજીદભાઇ સમા, કરણ વશરામભાઇ વાઘેલા, અર્જુન વશરામભાઇ વાઘેલા, વાલા
ભોથાભાઇ રાઠોડ, રાઘવ ઉર્ફે રવિ મકાભાઇ પરમાર,
સીકંદર નુરમહમદભાઇ સમા, જસા અરજણભાઇ રાઠોડ, પારસ ઉર્ફે અભી કાળુભાઇ મેર, બળવંત રત્નાભાઇ
પરમાર, જગદીશ ઉર્ફે લાલો ઉર્ફે શેફડ દેવાભાઇ
પરમાર, સંતોષ ઉર્ફે સતો હીરાભાઇ બોળિયા, સંતોષ વશરામભાઇ બોળિયા, હિતેશ પાંચભાઇ ચાવડા,
રાયા ઉર્ફે અશોક ભોપાભાઇ કસોટિયા, કાના નાનુભાઇ બોળિયાને છ માસથી લઇ બે વર્ષ સુધીની
સજા ફટકારી છે. જ્યારે યુસુબ ઉર્ફે યુસુફ સુમારભાઇ સમા અને મયુદ્દીન સુમારભાઇ સમાને
નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.