• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રિક્ષા પલટી ખાઇ જતા મહિલાનું મૃત્યુ રેતીનો ઢગલો તારવવા જતા અકસ્માત

પોરબંદર, તા.13: પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક કિંદરખેડા નજીક રેતીનો ઢગલો તારવવા જતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં એકનું મૃત્યુ થયું હતું.

પોરબંદરના છાયામાં મારૂતિનગરના ઇન્દિરા આવાસ ખાતે રહેતા સારંગ ગોરધનદાસ બાપોદરા નામના યુવાને બગવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગઇ કાલે સવારે 11 વાગ્યે સારંગના પિતા ગોરધનદાસ દયારામ બાપોદરાની રિક્ષામાં બેસીને રિક્ષા ચાલકના પત્ની પુષ્પાબેન તથા સારંગ મોઢવાડા ગામે લીરબાઇ માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતા હતા. સારંગના પિતા ગોરધનદાસ રિક્ષા ચલાવતા હતા. રિક્ષા કીંદરખેડા ગામથી આગળ મોઢવાડા રોડ પરથી પસાર થતી હતી ત્યારે ત્યાં રોડ પર રેતીનો ઢગલો તારવવા જતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી અકસ્માતના આ બનાવમાં પુષ્પાબેન અને સારંગને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારંગની સ્થિતિ સારી છે. પરંતુ તેના માતા પુષ્પાબેનનું મૃત્યુ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક