પોલીસને ધંધે લગાડનાર આંગડિયા
કર્મચારી સામે મોડી રાત્રે નોંધાયો ગુનો
રાજકોટ તા.14 : ત્રંબા ગામ પાસે
37 લાખની લૂંટના બનાવમાં ફરિયાદી જ આરોપી નીકળતા આજીડેમ પોલીસે ગુનો નોંધી રોકડ કબ્જે
કરવાં તજવીજ હાથ ધરી છે જસદણની આંગડીયા પેઢીમાંથી 34 લાખ લઈ નીકળેલા કર્મચારીને અણીયારા
અને ત્રંબા વચ્ચે કાળા કલરની કારમાં આવેલા ત્રણ શખ્સોએ લૂંટી લીધાની જાણ કરતા પોલીસ
કાફલો દોડી ગયો હતો જો કે પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કર્મચારીએ અગાઉ 9 લાખની ઉચાપત
કરી હોય તે પૈસા ભરપાઈ કરવા લૂંટની ખોટી સ્ટોરી ઘડી હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ
કરી હતી.
મુળ બહુચરાજીના વતની હાલ રાજકોટમાં
રાધા મીરા સોસાયટીમાં રહેતા સુમીતભાઈ અરાવિંદભાઈ પટેલ ઉ.35એ ત્રણ શખ્સો સામે આજીડેમ
પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે રાજકોટ સોની બજારમાં
પી. ઉમેશ આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. તેના મિત્ર મેહુલભાઈ રાઠોડ જસદણ હિરા બજારમાં
પટેલ મહેન્દ્ર અરાવિંદ નામની આંગડીયા પેઢી ચલાવે છે તેને મેહુલભાઈ પાસેથી કોટન જીનના
34.55 લાખ લેવાના હતાં આ રૂપિયા તેના કર્મચારી જગદીશભાઈ ભરતાસિંહ ચૌહાણને આપી દીધા
હતા ગઈકાલે જગદીશભાઈને ફોન કરી કહ્યું હતું કે, હ્ન પેમેન્ટ લેવા જસદણ આવુ છુ, તો જગદીશે
કહેલ કે, મારે આંગડીયા પેઢીમાં ઓછુ કામ છે, જેથી હું રાજકોટ આવી પેમેન્ટ આપી જાવ છુ
બાદ બપોરે તેણે એસન્ટ ગાડી લઇને રાજકોટ આવું છુ તેમ કહ્યું હતું પછી જગદીશનો ફોન આવ્યો
હતો અને તેણે જણાવ્યું હતું કે અણીયારા અને ત્રંબા વચ્ચે મને લુંટી લીધો છે, તમે જલ્દી
આવો તેમ વાત કરતા અમે ત્યાં પહોંચ્યા હતા નંબર વિનાની ગાડીમાંથી ત્રણ બુકાનીધારી શખ્સોએ
ઉતરી બંદૂક જેવુ હથીયાર બતાવી ડરાવી ધમકાવી પૈસા ભરેલ થેલો લૂંટી ગયાની વાત કરી હતી
આ પછી 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો ક્રાઈમ બ્રાન્ચે કર્મચારી
જગદીશની ઉલટ તપાસ કરતાં પોતે જ લૂંટનું તરકટ રચ્યાનું સામે આવ્યું હતું પોતે અગાઉ એક
પેઢીમાં 9 લાખની ઉચાપત કરી હોય તે રકમ અને અમુક દેણું ભરપાઈ કરવાનું હોવાથી લૂંટનું
તરકટ રચી આ ગુનાને અંજામ આપ્યાનું જણાવ્યું હતું તેણે જ્યાં જ્યાં પૈસા છુપાવ્યા છે
તે કબ્જે કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે પણ કાર્યવાહી
કરવામાં આવશે.