• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અમરેલીમાંથી 3 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખસ પકડાયા

અમરેલી, તા. 14: જંગલ વિસ્તાર તેમજ દરિયાઇ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુચુચિમાં સંરક્ષીત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરફેરની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આવા ધંધા કરતાં આરોપીઓને ઝડપી પાડવાના ભાગરુપે બે શખ્સને 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી સાથે પકડી પાડયા હતા.

મળતી માહિતી પ્રમાણે એલ.સી.બી. પોલીસ ઇન્સવ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને મળેલ બાતમી અને હકિકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે અમરેલીના સરદાર સર્કલ પાસે વોચ ગોઠવી અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના રાજપરા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઇ ભુપતભાઇ બારૈયા તથા દિનેશભાઇ સડાભાઇ ડોળાસીયા નામના બે શંકાસ્પદ ઇસમોને વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડયા હતા. ઝડપાયેલ બન્ને ઇસમોની ઝીણવટ ભરી પૂછપરછ કરતા આરોપીઓએ આ વ્હેલ માછલીની ઉલટી (એમ્બગ્રીસ) તળાજા તાલુકાના રાજપરા- ગોપનાથના દરિયા કિનારાથી મચ્છીમારી કરવા ગયા તે વખતે દરિયા કિનારાથી મળેલી હોવાનું તથા આ વ્હેલ માછલીની ઉલટીની કિંમત બહુ ઉંચી હોવાનું જાણતા હોય જેથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા અમરેલીમાં આવ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ અને તપાસ કરી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) ના ત્રણ ટુકડા વજન 2.910 કિલો ગ્રામ કિંમત રૂ 2,91,00,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 17,000 તથા એક મોટર સાઇકલ કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 2,91,47,000ના મુદ્દામાલ કબજે કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક