ક્રાઈમ બ્રાંચે બન્ને આરોપી પાસે
ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
જૂનાગઢ, તા.14: જૂનાગઢના વેપારીને
ગુજસીકોટ કેસમાં સુરત જેલમાં રહેલા રવનીના નામચીન શખસે ફોનમાં રૂ.10 લાખની માગણી કરી
ગેંગના જૂનાગઢના બે શખસ વેપારીની ઓફિસ તથા ઘરે પહોંચી રૂ.10 લાખની ખંડણી માંગી, રિવોલ્વર
જેવું હથિયાર બતાવી ધમકી આપતા બન્નેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી ઘટના સ્થળનું રિ-કન્સ્ટ્રક્શન
કરાવ્યુ હતું.
જૂનાગઢના શેરબજારના ધંધાર્થી
નેરામભાઈ રાઠોડએ શેરબજારમાં રોકાણ કરવા રૂ.10 લાખ હિરાભાઈ વાંદાની હાજરીમાં આપ્યા હતા.
આ નાણા મનહરસિંહ કરશનસિંહ તથા હિરાભાઈ વાંદાની હાજરીમાં પરત ચૂકવી દીધા હતા અને બે
વર્ષ પહેલા રામભાઈ રાઠોડની હત્યા થઈ હતી.
આ હવાલાના નાણા પડાવવા રવનીના
નામચીન અમીન ઈસ્માઈલે વેપારી પાસે ફોનથી માગણી કરી હતી. બાદમાં જૂનાગઢ રહેતા તેની ગેંગના
એજાઝ ઉર્ફે અજુ ફારૂક બ્લોચ અને ઓમાનબિન સઈદ વેપારીની ઓફિસે તથા ઘરે પહોંચી રૂ.10 લાખની
ખંડણીની માગણી કરી હતી. આ બન્નેને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.