• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

માલપુરની વાત્રક નદીમાં કૂદી સામૂહિક આપઘાતનો પ્રયાસ : પતિનું મૃત્યુ, માતા-પુત્ર દાખલ

મોડાસા, તા.27: માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કૂદી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ, પતિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે પત્ની અને બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ઘટના સામે આવી છે. માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કૂદી આપઘાત પ્રયાસ કર્યો છે. આ દુર્ઘટનામાં પતિનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે જ્યારે પત્ની અને બાળકને સ્થાનિક લોકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ મોડાસા નગરપાલિકાની રેસ્કયુ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ બચાવ કામગીરી હાથ ધરી હતી ઘટના અંગે માલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ પરિવાર માલપુર તાલુકાના કોયલીયા ગામનો છે જેમાં મૃતકનું ભુરાભાઇ ચીમનભાઇ ખાંટ ઉંમર 29 વર્ષ, તેના પત્ની સંગીતાબેન ભુરાભાઇ ખાંટ ઉંમર 27, બાળક દ્રુવીલ 2 વર્ષ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ પ્રાથમિક કારણ મુજબ ઘર કંકાશથી કંટાળી આ પગલું ભર્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક