ત્રાસ સહન ન થતા સગીરાએ ફરિયાદ નોંધાવી : ઉપલેટા પોલીસે પિતાની ધરપકડ કરી
રાજકોટ,
તા. 31: ઉપલેટામાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 1પ વર્ષની
પુત્રીની માતા કેન્સરની બીમારીના કારણે પથારીવસ હોવાથી દિવ્યાંગ પિતાએ પુત્રી પર નજર
બગાડી ચાર વર્ષ સુધી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે દીકરીએ ફરિયાદ
નોંધાવતા પોલીસે હેવાનિયત આચરનારા પિતાને ઝડપી લીધો હતો.
મળતી
વિગત મુજબ યુવતીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સગા પિતાનું
નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની માતાને ચોથા સ્ટેજનું કેન્સર
હોવાના કારણે તે છેલ્લા ચારેક વર્ષથી પથારીવસ છે જ્યારે તેના 40 વર્ષીય પિતા પોતે દિવ્યાંગ
છે. પીડિતા 1પ વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમવાર તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું
હતું. બાદ ચાર વર્ષ દરમિયાન વારંવાર તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. દીકરી આ બાબતનો
વિરોધ કરે તો પિતા મારકૂટ કરતો હતો. કેન્સરની બીમારીથી માતા પીડાતી હોવાથી તે બધુ મુંગા
મોઢે સહન કરતી હતી પરંતુ અંતે આ ત્રાસ સહન ન થતા તેણે હિંમત દાખવી ઉપલેટા પોલીસ મથકમાં
પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોકસો એક્ટની કલમ હેઠળ
ગુનો નોંધી પી.આઈ. બી.આર.પટેલ સહિતના સ્ટાફે આરોપી પિતાની ધરપકડ કરી હતી.