• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

ખંભાળિયાના રામનગરમાં પરિણીત યુવાનની નિર્મમ હત્યા

ખંભાળિયા,તા.2: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રામનગર ગુંદ મોરાવાડી વિસ્તાર માં 26 વર્ષીય સતવારા જ્ઞાતિના એક પરિણીત યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે.પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલ ગુંદ મોરાવાળી વિસ્તારમાં બપોરના સમયે એક સતવારા સમાજના યુવક ચોપડા જસવંત અશ્વિનભાઇ (ઉવ.26) વર્ષની

તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અથવા કોઈ યુવતી સાથેનો મામલો કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ પી.એમ. પેનલ સહિતની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક