વીરપુર, તા.31 : વીરપુર પાસે ઇન્દ્રપ્રસ્થ ગેટ અંદર દારૂના કાટિંગ સમયે વીરપુર પોલીસ ત્રાટકી : આઇશરમાં ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરી, ટ્રક અને કાર સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે.
પ્રાપ્ત
વિગતો મુજબ વીરપુર - ગોંડલ નેશનલ હાઇ વે પર ઇન્દ્રપ્રસ્થ ગેટની અંદર ખુલ્લા મેદાનમાં
વિદેશી દારૂનું કાટિંગ થવાનું હોવાની બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 45.43 લાખનો ઇંગ્લિશ
દારૂ અને વાહનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તાત્કાલિક રેડ કરતા આરોપીઓ અંધારાનો
લાભ લઈ નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે કોર્ડન કરી બુટલેગર રિયાજ ઉર્ફે પિન્ટુ આમદભાઈ
હેરંજા (રહે. રાજકોટ)ને ઝડપી લીધો હતો. આ સમગ્ર કામગીરીમાં વીરપુર પોલીસ મથકના એસ.
જી. રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો. બુટલેગરને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી હતી.