મોરબી, તા.31 : મોરબીના રવાપર રોડ સુભાષનગરના રહેવાસી મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉં.53) નામના આધેડે ગત તા. 29 ના રોજ લાતીપ્લોટ શેરી નં 6-7 વચ્ચે સાવન ટ્રેક્ટર ગેરેજ પાસે ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતક મહેશભાઈ ચારેક વર્ષથી સુગર ઘટી જવાની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. સિટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યુતનગરની
પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરમાં
રહેતાં મનાલીબેન મોહનીસપરી ગોસાઈ (ઉં.25)ની પરિણીતાએ ગત તા.30ના રોજ પોતાનાં ઘરે અગમ્ય
કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો
છે. સિટી બી ડિવિઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
ધાબેથી
પડી જતાં વૃદ્ધાનું મૃત્યુ
મોરબી,
તા.31 : મોરબીની ઉમા પાર્ક સોસાયટીના રહેવાસી ધનગૌરીબેન ચંદુલાલ ઘૂમલિયા (ઉં.66) નામનાં
વૃદ્ધા ગત તા. 30ના રોજ સવારના સમયે છઠ્ઠા માળે કપડાં સૂકવવા અગાસી પર ગયાં હતાં અને
કોઈ કારણોસર અગાસી પરથી નીચે પડતા હાથ તેમજ શરીર અને માથામાં ઈજા પહોંચતા મૃત્યુ થયું
હતું. સિટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.