અમરેલી, તા.31: બેંકમાં ગીરવે મુકેલ સોનાના દાગીના છોડાવી આપવાના બહાને ફાઇનાન્સ કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઇ, દાગીના છોડાવી અને ફાઇનાન્સ કંપનીના કર્મચારીને આપી બાદમાં ફોર વ્હીલમાં બેસાડી ફાઇનાન્સ કંપનીના કર્મચારીની નજર ચુકવી સોનાના દાગીનાની સ્નાચિંગ કરતી ટોળકીને રાજુલા પોલીસ ટીમે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં ગત તા.28ના બપોરના આશરે બારેક વાગ્યાની
આસપાસ રાજુલા કેપ્રી બેંકમાં રાજુલા તાલુકાના બારપટોળી ગામે રહેતાં રવિરાજભાઇ મધુભાઇ
મરમલ, લાલજીભાઇ બીજલભાઇ લાખણોત્રા તથા હુસૈનભાઇ ઉર્ફે ટીકો રહીમભાઇ નાગરિયા તથા જાફરાબાદ
તાલુકાના લોઠપુર ગામે રહેતાં કુલદીપભાઇ મનુભાઇ સાંડસુર નામના ચારેય આરોપીઓએ કાવતરું
કરી, આરોપી લાલજીભાઇ બીજલભાઇ લાખણોત્રાએ કેપ્રી બેંક રાજુલા શાખામાં સોનાના દાગીના
ગીરવી રાખેલા હતા. જે દાગીના છોડાવવા માટે આરોપી રવિરાજભાઇ મધુભાઇ મરમલે જૂનાગઢ ગામે
ભરાડ સ્કૂલની બાજુમાં રહેતા નરશાજી રાજાજી રાજપુત નામના 28 વર્ષીય યુવકની કંપનીમાં
ઇન્કવાયરી કરી અને સોનાના ઘરેણા કેપ્રી બેંકમાં ગીરવી મુકેલ હોય તે છોડાવવાની યુવક
સાથે વાત કરી, યુવકની કંપની દ્વારા છઝઋજથી રૂપિયા 4,12012 કેપ્રી બેંકમાં જમા કરાવી
દઈ સોનાના ઘરેણા આરોપીએ મેળવી અને બાદમાં યુવકને આપી દીધાં હતાં.
બાદમાં
યુવકને થોડે દૂર ઉતારી દેશે તેમ કહી ચારેય આરોપીએ ફોરવ્હીલમાં યુવકને બેસાડી દીધા બાદ
યુવકની નજર ચુકવી અને છળકપટ કરી યુવકના પેન્ટના ખિસ્સામાંથી સોનાના ઘરેણાની કોથળી કાઢી
લીધી હતી.તે બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તજવીજ હાથ ધરી છે.