• ગુરુવાર, 09 જુલાઈ, 2026

જૂનાગઢ : બોગસ સહકારી મંડળી કૌભાંડમાં વડાપ્રધાન કાર્યાલયના આદેશથી તપાસ શરૂ

પોલીસે ખેડૂતોને પોલીસ સ્ટેશન બોલાવી નિવેદનો નોંધવાનુ શરૂ કરતા બોગસ સહકારી મંડળીઓ ઉભી કરનારાઓમાં ફફડાટ

જૂનાગઢ, તા.8 : જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી બગસ સહકારી મંડળીઓનો રાફડો કાઢ્યો છે આ અંગે ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી રાજકીય લોકોએ મંડળીઓ સ્થાપી પોતાના આર્થિક રીતે સાર્થક હોવાની બહાર આવતા વિસાવદર અને ભેસાણ પંથકના ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે તપાસના આદેશ આપતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

વિસાવદર તાલુકાના ધાવા ગિર પિયાવા સહિત અનેક ગામમાં ભાજપના આગેવાનો દ્વારા ખેડૂતોને ખોટી સહયોગ કરી વિવિધ સહકારી મંડળીઓ સ્થાપી પોતાનો આર્થિક હિત સાધવા મોટું કૌભાંડ આચાર્યનું ખેડૂતોના ધ્યાને આવતા તેઓએ આ અંગે જુનાગઢ કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો કરતા પીએમઓ માંથી તપાસના આદેશ છુટયા છે.

વિસાવદર પોલીસે ખેડૂતોને  પોલીસ સ્ટેશન બોલાવી નિવેદનો નોંધવાનુ શરૂ કરતા ખેડૂતોના નામે બોગસ સહકારી મંડળીઓ ઉભી કરનાર રાજકીય લોકો ના પગ નીચે રેલો આવ્યો છે તેમાં પીએમઓમાંથી તપાસના હુકમ થતાં સ્થાનિક ભાજપના આગેવાનો પણ હરકતમાં

આવ્યા છે.

આ હાઈપ્રોફાઈલ મામલામાં વિસાવદર પોલીસે પિયાવા અને કાલસારી ગામના ભોગ બનનાર 11થી વધુ ખેડૂતોને રૂબરૂ બોલાવી તેમના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કથિત કૌભાંડમાં ખેડૂતોની જાણ બહાર તેમની બોગસ સહીઓ કરીને કાગળ પર મંડળીના સભાસદ દર્શાવી દેવાયા હતા. પોલીસ તમામ પુરાવા એકત્રિત કર્યા બાદ આ વિગતવાર અહેવાલ જિલ્લા રજિસ્ટ્રારને સોંપશે અને તેમાં વિસંગતતા જણાશે તો કડક કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરી કૌભાંડ કરનારા મોટા માથાઓની ધરપકડ કરવામાં આવશે.

 

અંદાજે 300 જેટલી મંડળીઓ કાગળ ઉપર બનાવવામાં આવી

વિસાવદર તાલુકાના પિયાવા-કાલસારી ધાવા ગીર સહિત અનેક ગામોમા ભાજપના આગેવાનો દ્વારા આવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓમાં કેટલી મંડળીઓની રચના થઈ છે તે આંકડો ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે પરંતુ કિસાનોના મતે અંદાજે 300 થી વધુ સહકારી મંડળીઓ કાગળ ઉપર બનાવવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક