પશ્ચિમી નદીઓ ઉપરની પરિયોજના મુદ્દે આપેલા ચુકાદાને ભારતે ફગાવી દીધો
નવી
દિલ્હી, તા. 13 : ભારતે પાડોસી દેશ પાકિસ્તાનને વધુ એક ઝટકો આપ્યો છે. સિંધૂ નદી જળ
સમજૂતીને સ્થગિત કરીને પશ્ચિમી નદીઓ ઉપર બનનારી જળ વિદ્યુત પરિયોજનાઓની ડિઝાઈનની વ્યાખ્યા
કરનારા આતંરરાષ્ટ્રીય ન્યાયાલયના ચુકાદાથી પાકિસ્તાન ખુબ જ ખુશ હતું અને ઉછળી રહ્યું
હતું. જો કે ભારતે ભારતે કહી દીધું છે કે આંતરાષ્ટ્રીય ન્યાયાલયનો કથિત નિર્ણય તેના
અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ સાથે નિર્ણય ખારિજ કરી દેવાયો છે.
હકીકતમાં
પાકિસ્તાન પશ્ચિમની ત્રણ નદીઓ ઉપર બનનારી નવી જળ વિદ્યુત પરિયોજનાઓ માટે ડિઝાઈનના માપદંડની
આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા વ્યાખ્યા કરવામાં આવી હતી અને પાકિસ્તાન ઉછળી ઉછળીને કહી
રહ્યું હતું કે આ વ્યાખ્યા પાકિસ્તાનના વલણની પુષ્ટી કરે છે. જો કે ભારતે પાકિસ્તાનની
ખુશી ઉપર પાણી ફેરવી દીધું છે. ભારતે ક્યારેય મધ્યસ્થતા ન્યાયાલયને માન્યતા આપી નથી.
જેણે કથિત રીતે ચુકાદો આપ્યો છે.