ઈસ્લામાબાદમાં કાર્યક્રમ દરમિયાન કહ્યું, એક ટીપું પાણી છીનવી શકાશે નહી
નવી
દિલ્હી, તા. 13 : સિંધૂ જળ સમજૂતી રદ થયા બાદ સતત બેબાકળાં બનેલા પાકિસ્તાન તરફથી આસિમ
મુનીર અને બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાની વડાપ્રધાન
શહબાઝ શરીફે પણ હવે ધમકી આપવાની ચેષ્ટા કરી છે. શરીફે ભારતને ખુલ્લી ધમકી આપી છે કે
તેઓ એક ટીપું પાણી પણ કોઈને છીનવી લેવા દેશે નહી. ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન
શરીફે કહ્યું હતું કે તેઓ દુશ્મનને બતાવી દેવા માગે છે કે જો પાકિસ્તાનના પાણીને રોકવાની
કોશિશ કરી તો યાદ રાખવું કે એક ટીપું પાણી પણ લઈ જઈ શકાશે નહી.
આ નિવેદન
ભારત તરફથી 1960ની સિંધૂ જળ સમજૂતીને 23 એપ્રિલના રોજ સ્થગિત કરવા મુદ્દે અપાયું છે.
પાકિસ્તાન તરફથી વારંવાર ધમકી આપવામાં આવી રહી છે કે પાણીનો પ્રવાહ રોકવો યુદ્ધ જેવો
હશે. શહબાઝે એમ પણ કહ્યું હતું કે જો ભારતે પાણી રોકવાની કોશિશ કરી તો એવો પાઠ ભણાવવામાં
આવશે કે તેને પશ્ચાતાપ થશે.
શહબાઝ
શરીફના નિવેદન પહેલા પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ સિંધૂ સળ સમજૂતી
અંગે કડવા શબ્દો બોલ્યા હતા અને કહ્યું સમજૂતી રદ કરવાનો નિર્પય સિંધૂ ઘાટી સભ્યતા
ઉપર હુમલો ગણાવ્યો હતો અને ભારતે યુદ્ધ થોપ્યું તો પાકિસ્તાન પાછળ હટશે નહી તેવો દાવો
કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાની સેનાના પ્રમુખ મુનિરે તો અમેરિકાની જમીન ઉપરથી ભારતને
ધમકી આપી હતી કે ભારતના ડેમને મિસાઈલથી ઉડાડી દેવામાં આવશે.