સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે કેન્દ્રીયમંત્રી
: પ્રત્યેક ભારતીયના સંકલ્પથી સ્વપ્ન સાકાર થશે
નવી દિલ્હી, તા. 14 : ભારતને
‘મહાશક્તિ’ અને ‘િવશ્વગુરુ’ બનાવવાની વકીલાત કરતાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે
જણાવ્યું હતું કે, ભારત એક દિવસ અખંડ થઇ જશે. ભાગલા તો અસ્વાભાવિક ઘટના હતી.
નાગપુરમાં રાષ્ટ્રનિર્માણ સમિતિ
દ્વારા યોજિત ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરતાં ગડકરીએ કહ્યું
હતું કે, દેશ દરેક ક્ષેત્રમાં મજબૂત થઇ જશે,
તો દુનિયા નિશ્ચિતપણે ભારતની વાત સાંભળશે.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
બનાવવાનો સંકલ્પ પ્રત્યેક ભારતીયોના પ્રયાસોથી સાકાર કરી શકાશે. જે દેશના લોકો અર્થવ્યવસ્થા,
સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજીમાં મજબૂત છે, કૃષિ અને વ્યાપારમાં પ્રગતિ કરી રહ્યા છે,
દેશભક્ત છે તેવો દેશ ‘િવશ્વગુરુ’ જરૂર બની શકે છે, તેવો આશાવાદ ગડકરીએ દર્શાવ્યો હતો.