વોશિંગ્ટન, તા. 26 : દેનિયાભરના સાત સંઘર્ષને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જેમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પણ સામેલ છે, જે અણુયુદ્ધમાં ફેરવાઈ શક્યું હોત. ઉપરાંત સાત યુદ્ધવિમાન તોડી પડાયા તેવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે વ્હાઈટ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ફરી દાવો કર્યો હતો.
એક
મીડિયા હેવાલ મુજબ, બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, સાત યુદ્ધમાં ચાર તો ટેરિફના લીધે
અટક્યા, તો ભારત-પાક વચ્ચેનું યુદ્ધ જે અણુયુદ્ધ સુધી આગળ વધી શક્યું હોત, તે પણ મેં
અટકાવ્યું તેવો ફરી દાવો કર્યો હતો. તે ઉપરાંત સાત યુદ્ધવિમાન પણ તોડી પડાયા તેમ જણાવ્યું
હતું. અલબત્ત, ગત જુલાઈ માસમાં ટ્રમ્પે પાંચ વિમાન તોડી પડાયા તેનાથી વધુ સંખ્યા આપી
અને એ પણ સ્પષ્ટ ન કર્યું કે, એ વિમાન કોના હતા.
તે
ઉપરાંત અમેરિકાએ ટેરિફ મારફતે ટ્રિલિયન ડોલરની કમાણી કરી છે. ટ્રમ્પ પહેલાં ઉપરાષ્ટ્રપતિ
જેડી વેન્સએ કહ્યું હતું કે, ભારત પર લગાવવામાં આવેલો વધારાનો ટેરિફ વોશિંગ્ટનની રણનીતિનો
જ એક ભાગ છે.