મનોવૈજ્ઞાનિકોનો
એક કાર્યક્રમમાં દાવો: ડિમેન્શિયાના લક્ષણોનો સંકેત
વોશિંગ્ટન,
તા.ર7 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક બીમારી હોવાની આશંકા સાથે મનોવૈજ્ઞાનિકોએ
તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બે
ટોચના મનો વૈજ્ઞાનિક ડો.હૈરી સેગલ અને ડો.જોન ગાર્ટનરે રાષ્ટ્રપતિ ટ્રમ્પના માનસિક
અને શારીરિક સ્વાસ્થ્ય અંગે ચિંતા દર્શાવી છે. તેમણે દાવો કર્યો કે 79 વર્ષિય ટ્રમ્પમાં
ડિમેન્શિયા (મનોભ્રમ) ના સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યા છે જે સમય સાથે વધુ બગડે છે. આવો
દાવો તાજેતરમાં એક કાર્યક્રમ શ્રિંકિંગ ટ્રમ્પમાં કરવામાં આવ્યો હતો જેમાં ટ્રમ્પના
વ્યવહાર અને શારીરિક ગતિવિધિઓમાં અસામાન્ય બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ડો.ગાર્ટનર
અનુસાર ટ્રમ્પના મનો મોટર કાર્ય વ્યવસ્થામાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે જે ડિમેન્શિયાનો
એક મુખ્ય સંકેત છે. ટ્રમ્પ સંભવિત ફ્રંટોટેમ્પોરલ ડિમેન્શિયા (એફટીડી)થી પીડિત હોઈ
શકે છે. જે આ બીમારીનો એક અસામાન્ય પ્રકાર છે. આ બીમારી મસ્તિકના સામે અને કિનારાના
ભાગને અસર કરે છે. જેને કારણે વ્યવહાર અને ભાષા સાથે સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે. આ બીમારી
સમયાંતરે ગંભીર બનતી જાય છે.