• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બજેટમાં સોનાં-ચાંદી સસ્તાં થવાની આશા

- સરકાર કસ્ટમ ડÎૂટી ઘટાડીને ચાર ટકા કરી શકે છે ઃ પ્રતિ 10 ગ્રામ ત્રણથી છ હજાર ઘટી શકે

 

નવી દિલ્હી, તા. 31 ઃ આવતીકાલે રવિવારે દેશનું સામાન્ય બજેટ રજૂ થનારું છે, ત્યારે આ બજેટ બાદ સોનાં-ચાંદી સસ્તાં થવાની શુભ સંભાવના વ્યક્ત થઈ રહી છે. આવી ધારણા એ કારણે વ્યક્ત થઈ છે કે, સરકાર આ કિંમતી દાગીનાઓ પરની કસ્ટમ ડÎૂટી છ ટકામાંથી ઘટાડીને ચાર ટકા કરવાની વિચારણા કરી રહી હતી.

જો આવાં એલાન કરાય, તો સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ત્રણ હજાર અને ચાંદી છ હજાર રૂપિયા સુધી સસ્તી થઈ શકે છે.

ઉલ્લેખ કરવો રહે કે, 2025નાં વર્ષમાં સોનાંની કિંમત 75 ટકા અને ચાંદીના ભાવ 167 ટકા વધ્યા છે.

ચાંદીની કિંમતોમાં અચાનક વિક્રમસર્જક ઉછાળા પાછળ ઔદ્યોગિક માંગમાં થવા માંડેલો વધારો પણ મોટું કારણ છે.

ચાંદીનો 50 ટકાથી વધુ ઉપયોગ સોલાર પેનલ, ઈવી બેટરી અને ચિપ્સ બનાવવામં થવા માંડÎો છે. માંગ વધતાં ચાંદીએ સોનાંથી પણ વધુ વળતર અપાવ્યું.

દરમ્યાન, માંગ વધવાનાં પ્રમાણની સામે પુરવઠો ઓછો પડવાથી પણ આ સફેદ ધાતુના ભાવ ઊંચા ગયા છે.

વેપારયુદ્ધ અને ભૂ-રાજકીય પડકારો વચ્ચે દુનિયામાં વધેલી તાણનાં કારણે રોકાણકારોએ જોખમ ઘટાડવા માટે સોનાંને ‘સલામત સંપત્તિ’ માની હતી. યુદ્ધની સાથોસાથ વૈશ્વિક સ્તરે અનુશ્ચિતતાનાં કારણે પીળી ધાતુ મોંઘી બની.

દરમ્યાન બજેટમાં રાહતરૂપ ઘોષણાઓ થવાની આશા દેશના યુવાન, મહિલા, મધ્યમવર્ગ તેમજ કિસાન સમુદાયે આંખે આંજી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક