• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

કરજ માગતાં પાકને શરમ આવે છે !

‘બેશરમ’ દેશના વડાપ્રધાન શરીફે કહ્યું ઃ કરજ માગવું બોજ અને મજબૂરી બની ગઇ છે

ઇસ્લામાબાદ, તા. 31 ઃ આતંકવાદને પોષવાનું પાપ કરીને બેશરમ બનવાની હદ વટાવી ચૂકેલાં પાકિસ્તાનને હવે દુનિયા પાસેથી કરજ માગવામાં શરમ આવી રહી છે, આવી કબૂલાત પાકના વડાપ્રધાને જ કરી છે.

હું અને ફિલ્ડમાર્શલ આસીમ મુનીર આખી દુનિયામાં કરજ માગવા જઇએ છીએ ત્યારે શરમ આવે છે, તેવું વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું.

રાજધાનીમાં કારોબારીઓને સંબોધતાં શરીફે કહ્યું હતું કે, કરજ લેવું અમારા આત્મસન્માન પર  ઘણો મોટો બોજ છે.

દેવાંનું ભારણ હવે દેશની આબરૂ પર ભારે પડી રહ્યું છે. હવે વૈકલ્પિક આર્થિક માર્ગોની તલાશ જરૂરી છે.

શાહબાઝે કહ્યું હતું કે, કરજ મેળવવું હવે મજબૂરી બની ગયું છે. ઘણીવાર કરજ દેનારની શરતોને માનવાની ના પણ પાડી શકાતી નથી.

પાક વડાપ્રધાનની જાહેરમાં આવી કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ સામે સંઘર્ષ કરી રહ્યું છે અને બેહદ કંગાળ બની ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક