• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને લાફાવાળી


સ્કુટર પર આવેલા 2 ઇસમે યુવતીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ : યુનિવર્સિટી પોલીસે બે શખસને ઝડપી લીધા

 

રાજકોટ, તા.10: શહેરમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી તેના પુરૂષ મિત્ર સાથે ટુવ્હી લરમાં જઈ રહી હતી ત્યારે તેના જુના પાડોશીએ પીછો કરી વિડીયો લીધા બાદ માથાકૂટ કરી હતી. જેમાં યુનીવર્સીટી પોલીસે 2 શખસને ઝડપી પાડયા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, યુનિવર્સિટી પોલીસે 21 વર્ષની યુવતિની ફરિયાદ પરથી રવિ ભરવાડ અને અજાણ્યાજ શખસ વિરૂધ્ધો ગુનો નોંધ્યોત છે. તેણીએ પોલીસને જણાવ્યું  હતું કે, અગાઉ રવિ ભરવાડ ઘર નજીક રહેતો હોવાથી પડોશી તરીકે હું તેને ઓળખતી હતી. આ શખસ બે-ત્રણ દિવસથી મોટરસાઇકલ લઇ મારી પાછળ પાછળ આવી ચાલુ વાહને મારો વિડીયો ઉતારતો હતો. તે જુનો પાડોશી હોવાથી મેં તેનું આવુ વર્તન જતું કર્યુ હતું. બાદમાં ગઇકાલે શવિનારે સાંજે હું અને મારા દાદીમા રૈયા ગામ તરફ જતાં હતા ત્યાઇરે રવિ અને તેના મિત્રએ પીછો કરી મારી બાજુમાં વાહન લાવી કહ્યું કે, તારો વિડીયો મારી પાસે છે અને હું વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી મેં કયો વિડીયો કયા કારણે વાયરલ કરી દઇશ ? તેમ પુછતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી અને મારા દાદી વચ્ચે  પડતાં તેને પણ ગાળો દીધી હતી. તેમજ મને ગાલ પર રવિએ ઝાપટ મારી દીધી હતી. આ દરમિયાન દેકારો થતાં બીજા લોકો અને ત્યાંથી પસાર થતા મારા કાકા આવી ગયા હતાં. રવિએ તેની સાથેના શખસને તું છરી કાઢી આજે તો આને અહિ જ મારવી છે તેમ કહી આ તો મારુ મકાન અહિથી વેંચી નાંખ્યુ છે, નહીતર તને જાનથી મારી નાખું તેવી ધમકી આપી મને જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનીત કરી હતી. યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

બંને આરોપી ઝબ્બે

યુવતીની ફરિયાદ બાદ યyિનવર્સીટી પોલીસે આજે રૈયાધાર વિસ્તારમાંથી રવિ ભરવાડ અને તેની સાથે અન્ય એક શખસને દબોચી લીધા હતા. ઝગડાનું કારણ જાણવા પોલીસે બંને પુછપરછ આદરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક