• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ચેમ્પિયન ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર ફાઈનલ icc આજે સત્તાવાર કાર્યક્રમ લગભગ જાહેર કરશે

નવી દિલ્હી, તા.6: પાકિસ્તાનમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર જ રમાશે. પીટીઆઇના રિપોર્ટ અનુસાર યજમાન દેશ પાકિસ્તાન આ માટે માની ગયું છે. આઇસીસીએ વર્ષ 2027 સુધી ભારત-પાકિસ્તાનમાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવાની પીસીબીની શરત માન્ય રાખી છે. જેથી આઇસીસી ટૂર્નામેન્ટ વખતે પાક. ટીમ પણ ભારતના પ્રવાસે આવશે નહીં. જો કે આ મતલબની આઇસીસીએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી. ટૂર્નામેન્ટનું ઓફિશિયલી શેડયૂલ આઇસીસી આવતીકાલ તા. 7 ડિસેમ્બરે લગભગ જાહેર કરી શકે છે.

આઇસીસીના નવા ચેરમેન જય શાહની અધ્યક્ષતામાં ગઇકાલે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં 1પ સભ્ય દેશના અધિકારી હાઇબ્રિડ મોડલ પર સંમત થયા હતા. પીસીબીએ પણ વિરોધ કર્યો ન હતો.

રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાશે. તારીખોમાં ફેરફાર થશે નહીં. ભારતીય ટીમ તેના તમામ મેચ યુએઇમાં રમશે. જેમાં બે નોકઆઉટ મેચ પણ હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર તા. 1 માર્ચે દુબઇમાં થઇ શકે છે. ભારતના ગ્રુપ સ્ટેજના ત્રણેય મેચ યુએઇમાં રમાશે. ભારત નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે તો સેમિ અને ફાઇનલ પણ યૂએઇમાં રમાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક