સેમિ
ફાઇનલમાં શ્રીલંકા સામે 7 વિકેટે ભવ્ય વિજય : વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક 67 રન અને
ચેતન શર્માની 3 વિકેટ
શારજાહ,
તા.6: યુવા ભારતીય ક્રિકેટ ટીમ અન્ડર-19 એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. ખિતાબી મુકાબલામાં
ભારતની રવિવારે બાંગલાદેશ વિરુદ્ધ ટક્કર થશે. આજે રમાયેલા બીજા સેમિ ફાઇનલ મેચમાં ભારતનો
શ્રીલંકા વિરુદ્ધ 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. પહેલા બોલરોના સહિયારા દેખાવ અને બાદમાં
13 વર્ષીય આઇપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશીની 67 રનની વિસ્ફોટક ઇનિંગી 174 રનનો વિજય લક્ષ્ય
170 દડા બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા ટીમ 46.2 ઓવરમાં 173 રને ઓલઆઉટ થઇ
હતી. ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટે 17પ રન કરી 7 વિકેટે વિજય હાંસલ કરી અન્ડર-19 એશિયા
કપના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પહેલા સેમિ ફાઇનલમાં બાંગલાદેશનો પાકિસ્તાન સામે
7 વિકેટે વિજય થયો હતો.
ભારત
તરફથી સેમિ ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ 36 દડામાં 6 ચોક્કા-પ છક્કાથી આતશી 67 રન કર્યાં
હતા. આયુષ મ્હાત્રેએ 34 રન કર્યાં હતા. બન્ને વચ્ચે પ1 દડામાં 91 રનની ભાગીદારી થઈ
હતી. આંદ્રે સિદ્ધાર્થ 22 રને આઉટ થયો હતો. કપ્તાન મોહમ્મદ અમાન 2પ અને કેપી કાર્તિકેય
11 રને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા શ્રીલંકા ટીમ ભારતની બોલિંગ સામે 173 રન
જ કરી શકી હતી. જેમાં લકવિન અભયસિંઘના 69 અને શરૂજન શંમુગનાથનના 42 રન મુખ્ય હતા. ભારત
તરફથી ચેતન શર્માએ 3, કિરણ ચોરમાલે અને આયુષ મ્હાત્રેએ 2-2 વિકેટ લીધી હતી.