વેલિંગ્ટન,
તા.6: હેરી બ્રુકની આઠમી સદીની મદદથી ઇંગ્લેન્ડ ટીમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધના બીજા ટેસ્ટના
પહેલા દિવસે તેનું પલડુ ભારે રાખ્યું છે. ઇંગ્લેન્ડના 280 રનના જવાબમાં પહેલા દિવસની
રમતના અંતે કિવિઝ ટીમે 86 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી તે ઇંગ્લેન્ડથી હજુ
194 રન પાછળ છે. બીજા ટેસ્ટના પહેલા દિવસે
કુલ 1પ વિકેટ પડી હતી.
ઇંગ્લેન્ડનો
પ્રારંભ કંગાળ રહ્યો હતો. 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઇનફોર્મ બેટર હેરી
બ્રુક અને ઓલિ પોપે ન્યુઝીલેન્ડના બોલરોને હંફાવીને પાંચમી વિકેટમાં 174 રનની ઝડપી
ભાગીદારી કરી હતી. બ્રુકે તેની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. તે 11પ દડામાં 11 ચોક્કા અને પ છક્કાથી આક્રમક
123 રન કરી આઉટ થયો હતો. જયારે ઓલિ પોપે 78 દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 66 રન કર્યાં
હતા. રૂટ (3) અને કપ્તાન સ્ટોકસ (2) સહિતના બાકીના તમામ ઇંગ્લીશ બેટર્સ નિષ્ફળ રહ્યા
હતા. ન્યુઝીલેન્ડ તરફથી નાથન સ્મિથે 4 વિકેટ લીધી હતી. વિલ ઓ’રૂકેને 3 અને મેટ હેનરીને
2 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ ટીમે બેઝબોલ સ્ટાઇલથી બેટિંગ કર્યું હતું અને પ4.4 ઓવરમાં
280 રને ઓલઆઉટ થઇ હતી.
ન્યુઝીલેન્ડના
પહેલા દિવસના અંતે 26 ઓવરમાં પ વિકેટે 86 રન થયા હતા. કપ્તાન ટોમ લાથમ 17 અને સ્ટાર
કેન વિલિયમ્સન 37 રને આઉટ થયા હતા. કોન્વે 11, રચિન 3 અને મિચેલ 6 રને આઉટ થયા હતા.
ટોમ બ્લંડેલ 7 અને નાઇટ વોચમેન ઓ’રૂકે ઝીરો સાથે રમતમાં હતા. બાયડન કાર્સે 2 વિકેટ
લીધી હતી.