ઓસ્ટ્રેલિયાની
ધરતી ઉપર સ્મિથને સૌથી વધુ વખત આઉટ કરનારો ખેલાડી બન્યો
નવી
દિલ્હી, તા. 7 : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સામે ટકવું દિગ્ગજ બેટરો માટે
પણ પડકારજનક છે. બુમરાહ વર્તમાન સમયે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ખતરનાક બોલિંગથી કંગારુ ખેલાડીઓને
પરેશાન કરી રહ્યો છે. પર્થમાં ધમાલ બાદ એડિલેડમાં પણ ઓસ્ટ્રેલિયાને પરેશાન કર્યું હતું.
બુમરાહે ડેનાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસે ફેબ ફોરમાં સામેલ સ્ટીવ સ્મિથને સસ્તામાં નિપટાવી
દીધો હતો. સ્મિથ 11 બોલમા માત્ર બે જ રન કરી શક્યો હતો. બુમરાહે ઘરમાં સ્મિથને એવો
ઝટકો આપ્યો છે જે ક્યારેય ભુલી શકાશે નહી.
બુમરાહે
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 41મી ઓવરના પહેલા બોલે લેગ સ્ટમ્પ ઉપર ગુડ લેન્થ બોલ ફેંક્યો
હતો. જેના ઉપર બોલ બેટને અડીને વિકેટ પાછળ ગયો હતો અને ઋષભ પંતે ડાઈવ લગાડીને કેચ કરી
લીધો હતો. આ સાથે જ બુમરાહે સ્મિથ સામે શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. બુમરાહ સ્મિથને ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ત્રણ વખત આઉટ કરનારો
પહેલો બોલર બન્યો છે. બુમરાહે પર્થ ટેસ્ટમાં સ્મિથને ગોલ્ડન ડક કર્યો હતો.