• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝિલેન્ડ ઉપર ઇંગ્લેન્ડનો દબદબો

કીવી ટીમને 125માં ઓલઆઉટ કર્યા બાદ બીજા દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડના 378

વેલિંગ્ટન, તા. 7 : ઇંગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાય રહેલા બીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ન્યુઝિલેન્ડ ઉપર ખૂબ જ ભારે પડી રહ્યંyં છે. પહેલી ઇનિંગમાં 280 રન કર્યા બાદ ન્યુઝિલેન્ડની ટીમને ઇંગ્લેન્ડે 125 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેમાં ગસ એટકિંસન અને બ્રાયડન કાર્સે ચાર ચાર વિકેટ લીધી હતી. બાદમાં બીજો દાવ શરૂ કરતા ફરીથી મક્કમ બેટિંગ જોવા મળી હતી અને બીજા દિવસની રમતના અંત સુધીમાં જ ઇંગ્લેન્ડે 533 રનની સરસાઈ મેળવી હતી.

ઇંગ્લેન્ડની 280 રનની ઇનિંગ સામે ન્યુઝિલેન્ડની ટીમ 125 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી પાંચ ખેલાડી ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા અને તેમાં ત્રણ તો ઝીરોમાં પેવેલિયન પરત ફર્યા હતા. કીવી ટીમ તરફથી સૌથી વધારે 37 રન કેન વિલિયમસને કર્યા હતા. આ ઉપરાંત ટોમ બ્લન્ડેલ અને ગ્લેન ફિલિપે 16-16 અને લાથમે 17 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિંસને ચાર વિકેટ લીધી હતી. જેમાં હેટ્રિક પણ સામેલ છે જ્યારે બ્રાયડન કાર્સે પણ ચાર લીધી હતી.

કીવી ટીમને સસ્તામાં ઓલઆઉટ કર્યા બાદ ઇંગ્લેન્ડે ઝેક ક્રાઉલીની વિકેટ ઝડપથી ગુમાવી હતી. બાદમાં બેન ડકેટ અને જેકો બેથેલે બાજી સંભાળી હતી પણ બન્ને સદીથી ચૂક્યા હતા. ડકેટ 92 રને અને બેથેલ 96 રને આઉટ થયો હતો જ્યારે હેરી બ્રુક 55 રન કરીને આઉટ થયો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં જો રૂટ 73 રને અને બેન સ્ટોક્સ 35 રને નોટઆઉટ પરત ફર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક