• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટમાં 5,00,000 રન

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ટીમ પાંચ લાખ રને પહોંચી

નવી દિલ્હી, તા. 7 : ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એકથી વધીને એક રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે. જો કે હવે એક એવો રેકોર્ડ બન્યો છે જે ચોંકાવનારો છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં 5 લાખ રનનો આંકડો પાર કરનારી દુનિયાની પહેલી ટીમ બની છે. ઇંગ્લેન્ડને પાંચ લાખ રન કરવા માટે કુલ 1082 રન અને 717 પ્લેયર્સની મદદ મળી છે. ઇંગ્લિશ ટીમે 1877મા પહેલો ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. ઇંગ્લેન્ડ વિશ્વ ક્રિકેટમાં સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારી ટીમ પણ છે. તેવમાં પણ જો એક્સ્ટ્રા રન ઉમેરી દેવામાં આવે તો 5.32 લાખ રનની નજીક પહોંચે છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનારી બીજી ટીમની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા 4,28,816 રન સાથે બીજા ક્રમાંકે છે જ્યારે ટીમ ઇન્ડિયા ત્રીજા ક્રમાંકે છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના મુકાબલે ભારતના રનોનું અંતર ખૂબ છે. ભારતે અત્યારસુધીમાં રમેલા 586 ટેસ્ટ મેચમાં 316 ખેલાડીઓની મદદથી 2,78,751 રન કર્યા છે. તેમાં એક્સ્ટ્રા રન જોડવામાં આવે તો ટીમ ઇન્ડિયાનાં નામે 2,95,833 રન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક